માતા-પિતાના મોત બાદ નિરાધાર બનેલા આ ચાર બાળકોને દત્તક લેશે સોનૂ સુદ

રીલ લાઈફમાં વિલન બનનાર સોનું સુદ રીયલ લાઈફમાં હોરો બનીને કોરોના વચ્ચે લોકોની મદદ કરવા આગળ આવી રહ્યો છે. લોકડાઉનના સમયમાં સોનુ સુદે ઘણા લોકોને પોતાના ઘરે મોક્યા છે ત્યાર બાદ સોનુ સુદ ફરી એક નાનકડા બ્રેક બાદ ચર્ચામાં છે. પણ આ વખતે મામલો કોઈને ઘરે પહોંચાડવાનો નથી. થોડા સમયે પહેલા તેમણે બેરોજગાર લોકોને રાજગારી આપવા માટે પણ એક પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું હતું. પણ હવે સામે આવેલા એક બનાવમાં સોનુની ભૂમિકા જોઈને ખરા અર્થમાં એમને સલામ મારવી પડે એવું પગલું ભર્યું છે. આવી અનોખી મદદ કરવા બદલ એના ચારેય બાજુંથી વખાણ થઈ રહ્યા છે. સોનું સુદ અનેક લોકો માટે સારથી બન્યા બાદ હવે તે ચાર નિરાધાર બાળકોના પાલનહાર બન્યા છે.

સોનુ સુદ પંજાબના એક અનાથઆશ્રમમાં ચાર માસુમ બાળકો માટે આશરો બની સામે આવ્યા છે. આ ચારેય બાળકોના પિતાનું ઝેરી દારૂ પીવાથી મોત થયું છે. પિતાના મૃત્યુ બાદ આઘાતથી માતાએ પણ જીવ ગુમાવ્યો. નિરાધાર બની ગયેલા બાળકો માટે સોનુ આધાર બનીને આવ્યા છે. તેમણે આ ચારેય બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા દસ દિવસમાં ઝેરી દારૂ પી જવાને કારણે પંજાબના તરનતારન, અમૃતસર અને ગુરદાસપુરમાં કુલ 113 લોકોના મૃત્યુ થયા છે. જેમાં સુખદેવસિંહનું નામ પણ સામિલ છે. જેઓ તરનતારન જિલ્લાના મુરાદપુર ગામના રહેવાસી હતા. ગત ગુરૂવારે રિક્ષા ચલાવતા સુખદેવસિંહનું મૃત્યુ થયું એ વાત એની પત્નીને જાણવા મળતા એમને મોટો આઘાત લાગ્યો હતો. થોડા સમય બાદ પત્ની જ્યોતિનું પણ અવસાન થઈ ગયું.

ઝેરી દારૂ પી જવાને કારણે પિતાના મૃત્યુ બાદ માતાનું પન્ન મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે આ ચારેય બાળકો નિરાધાર થઈ ગયા હતા. આ બાળકોનો સારી રીતે ઉછેર થાય એ માટે સોનુંએ ચારેયને દત્તક લઈ લીધા છે. આ ચારેયને હાલમાં પંજાબના ફાજિલ્કા આશ્રમમાં રાખવામાં આવ્યા છે. આ ચારેય બાળકોના નામ કરનબીરસિંહ, ગુરપ્રિતસિંહ, અર્શપ્રિતસિંહ અને સંદિપસિંહ છે. EHD ચેમ્બર્સ ઓફ કોમર્સના ચેરમેન અને સોનુના મિત્ર કરન ગલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ગગનદિપસિંહ આ ચારેયને પોતાના ઘરે લઈ આવ્યા હતા. ગગનદિપસિંહ એકક NGO ચલાવી રહ્યા છે. બાળકોના કાકા મનજીતસિંહ અને કાકી કમલજીત કૌરે જણાવ્યું હતું કે, આ ચારેય બાળકોને પરત ઘરે લાવવામાં આવ્યા છે. જે માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજેશ કુમારે મદદ કરી હતી. આ ચારેય બાળકો સમાચારમાં આવ્યા બાદ સોનુએ એમને દત્તક લેવા એલાન કર્યું. હાલ ચારેય પોતાના સંબંધીઓના ઘરે રહે છે.

આ ચારેય બાળકોના કાઉન્સિલિંગ માટે એમના સંબંધીઓને કમિટી સમક્ષ હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. જિલ્લા બાલ ભલાઈ કમિટી ચેરમેન ડૉ. દિનેશ ગુપ્તાએ જણાવ્યું કે, બાળકોને દત્તક લેવા માટે સેન્ટરલાઈઝેશન અડૉપ્શન રિસોર્સ એજન્સીના માધ્યમથી ઓનલાઈન એપ્લાય કરી શકાય છે. પંજાબ રાજ્ય સરકાર તરફથી ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને રૂ.5 લાખ અને એક વ્યક્તિને નોકરી આપવાનું એલાન કરાયું છે. પણ સુખદેવસિંહના પરિવારમાં એમના બાળકો સિવાય કોઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *