ભારતીય સેનાનું નાક કપાવ્યું: ભૂતપૂર્વ આર્મીમેને અ’વાદી મહિલાને દગો આપી, અમેરિકા જઈ બાંધ્યા શારીરિક સંબંધ

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં સતત ઝડપથી ફેલાઈ રહી છે. રાજ્યમાંથી અવારનવાર ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. સમગ્ર રાજ્યમાં મહિલાઓની સાથે થતાં શારીરિક તથા માનસિક ત્રાસનાં પણ ગુનાઓ સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ આવી એક ઘટના સામે આવી રહી છે.

રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલ શાહીબાગમાં મહિલાની સાથે દિલ્હીથી એક એક્સ આર્મીમેને વિશ્વાસઘાત કર્યો હોવાંનો કિસ્સો સામે આવી રહ્યો છે. અમદાવાદમાં આવેલ શાહીબાગમાં મહિલાની સાથે વિશ્વાસઘાતને મુદ્દે શાહીબાગની પોલીસ દ્વારા દિલ્હીથી એક્સ આર્મીમેનની ધરપકડ પણ કરવામાં આવેલ છે.

આ બનાવમાં દિલ્હીનાં એક્સ આર્મીમેને અમદાવાદની મહિલાને ફસાવવાં માટે પ્રથમ પત્નીનું ખોટું ડેથ સર્ટીફિકેટ બનાવીને બીજા લગ્ન પણ કરી લીધાં હતાં. આ બનાવમાં મહિલાએ આરોપ લગાવ્યો છે, કે લગ્ન કર્યા પહેલા આર્મીમેને મારી સાથે અમેરિકામાં શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.

પ્રથમ પત્ની જીવીત હોવાનું જણાવીને મહિલાને તરછોડી દીધી હતી.આ ઘટના અંગે મળતી જાણકારી મુજબ અમદાવાદમાં આવેલ શાહીબાગમાં મહિલાની સાથે વિશ્વાસઘાતનાં મુદ્દે દિલ્હીથી એક્સ આર્મીમેનની શાહીબાગની પોલીસ દ્વારા દિલ્હીથી ધરપકડ પણ કરી લીધી છે.

દિલ્હીમાં એક્સ આર્મીમેન લવેન્દ્રસિંહ ચૌધરી અમેરિકાથી ભારત પરત આવી રહ્યા હતાં ત્યારે જ દિલ્હી એરપોર્ટ પર શાહીબાગની પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે દિલ્હીનાં એક્સ આર્મીમેન લવેન્દ્રસિંહ ચૌધરીએ પ્રથમ પત્નીનું ખોટું ડેથ સર્ટિફિકેટ બતાવીને અમદાવાદી મહિલાની સાથે બીજા લગ્ન પણ કરી લીધાં હતાં.

લગ્ન કર્યાં પહેલા અમેરીકામાં જઈને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતાં. આટલું જ નહીં પરંતુ એક્સ આર્મીમેને અમદાવાદમાં આવીને શાહીબાગમાં રહેતી મહિલાની સાથે લગ્ન પણ કરી લીધાં હતાં.પરંતુ આ બનાવમાં અચાનક જ વળાંક આવ્યો હતો.

દિલ્હીનાં એક્સ આર્મીમેને પ્રથમ પત્ની જીવિત હોવાનું કહીને મહિલાને તરછોડી પણ દીધી હતી. એક્સ આર્મીમેન લવેન્દ્ર સિંહ ચૌધરી તેમજ પરિવાર પર મહિલાએ ધમકીઓ આપવાંનો પણ આક્ષેપ શાહીબાદ પોલીસે કર્યો છે. આપને જણાવી દઈએ, કે મૂળ મથુરાનાં રહેવાસી છે, લવેન્દ્ર સિંહ ચૌધરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *