દેશમાં કોરોનાના કેસ ઉપર કાબુ મેળવવા માટે આજ રોજ પ્રધાનમંત્રી મોદી કોરોનાથી વધુ સંક્રમિત રાજ્યાનો મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક યોજી હતી. આ બેઠક વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા થઈ રહી છે. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થયા હતા. આ દરમ્યાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ-જેમ સમય પસાર થઇ રહ્યો છે, મહામારી પોતાનું સ્વરૂપ બદલી રહી છે અને કેટલાંય પ્રકારની પરિસ્થિતિ પેદા થવા લાગી છે.
આજ રોજ યોજાયેલી બેઠકમાં પીએમએ કહ્યું કે, બિહાર, ગુજરાત, યુપી, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તેલંગાણામાં પરીક્ષણ દરમાં વધારો કરવાની જરૂર છે. સમાવિષ્ટ, સંપર્ક ટ્રેસિંગ અને સર્વેલન્સ એ કોરોના સામેના સૌથી અસરકારક શસ્ત્રો છે. અમે તમામ પ્રયત્નો સાથે સારા પરિણામ તરફ આગળ વધ્યા છે. પીએમે કહ્યું કે, એક્સપર્ટસ પણ એ વાતને સામે મૂકી રહ્યા છે કે જો 72 કલાકમાં કેસની ઓળખ થઇ જાય છે તો જીવ બચાવી શકાય છે.
આ અંગે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, હવે આ 72 કલાકની ફોર્મ્યુલા પર ફોકસ કરવું પડશે, જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળે તેના 72 કલાકમાં તમામ સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ જરૂરી છે. દિલ્હી-યુપીમાં સ્થિતિ ડરામણી હતી પરંતુ હવે ટેસ્ટિંગ વધાર્યા બાદ સ્થિતિ સુધરી છે.
जिन राज्यों में
testing rate कम है,
और जहां positivity rate ज्यादा है,
वहाँ टेस्टिंग बढ़ाने की जरूरत सामने आई है!खासतौर पर,
बिहार,
गुजरात,
यूपी,
पश्चिम बंगाल
और तेलंगाना,
यहाँ टेस्टिंग बढ़ाने पर खास बल देने की बात इस समीक्षा में निकली है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 11, 2020
PMO INDIA દ્વારા ટ્વીટ કરીને જણાવાવમાં આવ્યું કે, બિહાર, ગુજરાત, યુપી જેવા રાજ્યમાં કોરોનાના ટેસ્ટ વધરવા જોઈએ. મુખ્યમંત્રીઓને પીએમે કહ્યું કે આટલા મોટા સંકટ દરમ્યાન તમામે સાથે કામ કરવું મોટી વાત છે, આજે 80 ટકા એક્ટિવ કેસ માત્ર દસ રાજ્યોમાં છે. દેશમાં એક્ટિવ કેસ 6 લાખથી વધુ છે. મોટાભાગના કેસ 10 રાજ્યોમાં છે આથી આ રાજ્યો સાથે ચર્ચા જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે, જો તમામ રાજ્ય મળીને પોતાના અનુભવોને શેર કરશે અને ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે.
મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં મૃત્યુ દર, પોઝિટિવ રેટ ઓછો થયો છે અને રિકવરી રેટ વધતો જઇ રહ્યો છે. પીએમ બોલ્યા કે ટેસ્ટિંગને સતત વધારવું પડશે અને મૃત્યુ દરને 1 ટકાથી પણ ઘટાડવો પડશે. આપને જણાવી દઇએ કે આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત કુલ દસ રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થયા જ્યાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જાન્યુઆરી થી જે રીતે સિલસીલાવાર ટ્વીટ કરીને સરકારને સચેત કરવાની કોશીષ કરી હતી તેને પ્રધાનમંત્રી મોદીના સમર્થકોએ મજાક માં લઈને પપ્પુ ની સલાહ ઇટાલીને જરૂર છે તેવું જણાવતા હતા. ભાજપના નેતાઓએ પણ આનું અનુકરણ કર્યું હતું. પરંતુ આજે જે પગલા સરકાર મોડે મોડે ઉઠાવી રહી છે તે તમામ પગલા લેવાનું રાહુલ ગાંધી એ અગાઉ જ કહી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP