હાલમાં સમગ્ર રાજ્યમાંથી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. કોરોના મહામારીમાં લોકડાઉન આપ્યા બાદ પતિ અને પત્નીમાં ઝઘડાઓના મામલામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદા શહેરમાં પણ અજીબોગરીબ ઘટનાઓ સામે આવી રહી છે. પતિ-પત્ની સૂવાને લઇ તો ઘરમાં બનાવેલા ખાવાને લઇને પણ ઝઘડા સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં પણ પતિ-પત્ની વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમા પત્ની દ્વારા પત્નીને કપડા ધોવાના ધોકાથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પત્નીએ પતિને એ હદે માર માર્યો કે પતિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને સારવાર લેવી પડી છે.
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા ડાયાબિટીસના દર્દીએ એવા પતિએ બટાકાનું શાક ખાવાની ના પાડતા પત્ની ગુસ્સામા આવી ગઇ હતી અને પત્નીએ પતિ હર્ષદ ગોહેલને કપડા ધોવાનો ધોકાથી ઝૂડી નાંખ્યો હતો. આ ઘટનામાં પત્નીએ એવો માર માર્યો કે પતિને ખભા પર ફ્રેક્ચર થઇ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત શુક્રવારની રાત્રે પતિએ પોતાની પત્નીને પૂછ્યું હતું કે, જમવામાં શું બનાવ્યું છે. તો પત્નીએ કહ્યું હતું કે, બટાકાનું શાક અને રોટલી બનાવી છે. આ સાંભળતાં હર્ષદભાઈએ કહ્યું હતું કે, તને ખબર છે કે મને ડાયાબિટિસ છે અને મારા શરીર માટે બટાકા સારા નથી તો પણ તે બનાવ્યા છે. પત્નીને આ ન ગમ્યુ અને તે પતિને અપશબ્દો બોલવા લાગી હતી. અને બંન્ને વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો હતો.
જોકે બોલાચાલી ઉગ્ર થઈ જતા પત્ની ગુસ્સામાં આવી ગઇ હતી અને બાથરૂમમાંથી કપડા ધોવાનો ધોકો લઇ આવી અને પતિને માર મારવા લાગી હતી. આ દરમિયાન હર્ષદે મોટેથી બૂમો પાડતા તેના પરિવારના અન્ય સભ્યો ઘરમાં આવ્યાં અને તેને આ બધામાંથી બચાવ્યો હતો અને સારવાર માટે વી. એસ. હોસ્પિટલ લઇ ગયા હતા. આ અંગે પતિ હર્ષદે પત્ની વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP