પત્ની તેના બોયફ્રેન્ડ સાથે બ્રિજ ઉપર કરી રહી હતી પ્રેમાલાપ, પરંતુ પતિએ ગુગલ મેપ દ્વારા બંનેને પકડી પડ્યા અને પછી…

તમે જયારે બહાર જતા હોવ ત્યારે તમે કદાચ ગુગલ મેપ (GOOGLE MAP) નો ઉપયોગ રસ્તાઓ શોધવા માટે કરતાં હશો. આ ઉપરાંત, ગુગલ મેપનો ઉપયોગ શોપિંગ,…

તમે જયારે બહાર જતા હોવ ત્યારે તમે કદાચ ગુગલ મેપ (GOOGLE MAP) નો ઉપયોગ રસ્તાઓ શોધવા માટે કરતાં હશો. આ ઉપરાંત, ગુગલ મેપનો ઉપયોગ શોપિંગ, ફૂડ અમે રેસ્ટોરાં પણ સર્ચ કરવા માટે થાય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, ગુગલ મેપની મદદથી તમે તમારી સાથીના અન્ય કોઈ સાથેના પ્રેમ સંબંધને પણ પકડી પાડી શકો છો? તો જાણો પેરુ દેશની એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે પોતાની પત્નીનો પ્રેમ સંબંધ ગુગલ મેપની મદદથી પકડી પાડ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, દક્ષિણ અમેરિકામાં આવેલ પેરુ શહેરમાં વસવાટ કરતા મેંગલી નામના એક વ્યક્તિએ ગુગલ મેપ પર રાજધાની લીમાના સ્ટ્રીટ વ્યુ પર જે નજારો જોયો, તેને જોઈને તે દંગ રહી ગયો હતો. સ્ટ્રીટ વ્યૂમાં તેણે પોતાની પત્નીને અન્ય કોઈ પુરુષ સાથે જોઈ હતી. મહિલા અને તેના પ્રેમીને લાગ્યું કે તેઓ બ્રિજની પાસે સેફ છે અને ત્યાં તેમને કોઈ જોઈ શકશે નહીં. પણ ગુગલ સ્ટ્રીટ વ્યુની નજરથી તેઓ બચી શક્યા નહીં. મહિલાના પતિએ તે બંનેને પકડી પડ્યા.

તેના પતિએ ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં ફરયાદ નોંધાવી હતી. પતિ પોતાની ઓફીસ જવા માટે કાર લઈને જે રહ્યો આ દરમ્યાન 360 ડિગ્રી કેમેરાવાળી એક કારના કેમેરામાં આ કપલ આવી ગયું હતું. મહિલાએ બ્લેક ટોપ, સફેદ શર્ટ અને બૂટ પહેર્યા હતા. મહિલાના પતિએ તરત જ તેને ઓળખી કાઢી હતી. જો કે, નિયમ અનુસાર તેના મોઢાને બ્લર કરી દેવામાં આવ્યું હતું. પણ કપડાંના આધારે તેના પતિએ પત્નીને ઓળખી પાડી હતી. પકડાઈ ગયા બાદ પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *