હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસાની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. ઘણીવાર અતિભારે વરસાદને કારણે અકસ્માત સર્જાતા હોય છે. તેમજ લોકોને ગંભીર ઈજા પણ થતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.ગુજરાતીઓનાં મનપસંદ પ્રવાસસ્થળ માઉન્ટ આબુમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. વરસાદને લીધે માઉન્ટ આબુની સુંદરતા પણ ખીલીને બહાર આવી રહી છે.
રાજસ્થાનનાં પ્રસિદ્ધ પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં માત્ર 3 દિવસમાં કુલ 28 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદ હોવાંથી રસ્તા પર પાણી વહેતાં થયા છે તથા ઝરણાઓ પણ ખળખળાટ વહી રહ્યા છે. ત્યારે આજ માઉન્ટ આબુથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
માઉન્ટ આબુ પર ગુજરાતીઓને એક મોટા અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. પણ સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ પણને જાનહાનિ થઈ નથી. માઉન્ટ આબુમાં જતાં ગુજરાતીઓની એક કાર ખાઈમાં ખાબકી છે. આ ઘટના આબુરોડથી માઉન્ટ આબુ માર્ગ પર બની હતી.
આ ઘટનામાં કારમાં બેસેલ કુલ 3 ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.આ ઘટનામાં મળતી જાણકારી મુજબ માઉન્ટ આબુ રસ્તા પર ગુજરાતીઓની એક કારને મોટો અકસ્માત નડ્યો છે. ગુજરાતથી કાર લઈને માઉન્ટ આબુ તરફ જઈ રહેલ કુલ 3 યુવકોની કાર માઉન્ટ આબુની ખીણમાં ખાબકી ગઈ હતી.
આ ઘટના આબુરોડથી માઉન્ટ આબુ માર્ગ પર બની હતી. આબુરોડથી માઉન્ટ આબુ માર્ગ પર આવેલ શની દેવ મંદિરની નજીક જ કાર ખાઈમાં પડી ગઈ હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે, કે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતાં જ કાર ખાઈમાં પડી હતી.
જો, કે સદ્દનસીબે કારમાં બેસેલ કુલ 3 લોકોનો આબાદ બચાવ પણ થયો છે. કારમાં બેઠેલાં કુલ 3 ગુજરાતીઓ કંઈ જગ્યાનાં હતાં, તેની જાણ મળી નથી. પરંતુ ત્રણેય ઘાયલ લોકોને સારવાર અર્થે ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અહી ઉલ્લેખનીય છે, કે છેલ્લા ઘણાં દિવસથી સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ઘણાં વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. બીજી બાજુ ગુજરાતીઓનાં મનપસંદ પ્રવાસસ્થળ માઉન્ટ આબુમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. વરસાદને લીધે માઉન્ટ આબુની સુંદરતા પણ ખીલીને બહાર આવી રહી છે.
લીલા વૃક્ષો તથા ખળખળ વહેતાં ઝરણાથી માઉન્ટ આબુએ નવાં વસ્ત્રો ધારણ કરી લીધા છે. રાજસ્થાનમાં આવેલ પ્રસિદ્ધ પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં માત્ર 3 દિવસમાં કુલ 28 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અતિભારે વરસાદ થવાથી રોડ પણ પાણી વહેતાં થયા છે તેમજ ઝરણાઓ પણ ખળખળાટ વહી રહ્યા છે.
ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ આ વર્ષે વરસાદ ખેંચાયો છે, જેનાંથી રાજસ્થાનમાં આવેલ મુખ્ય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં આ સમયે ઝરણાઓ પણ વહેતાં નજરે પડી રહ્યાં છે. માઉન્ટ આબુમાં વાદળોની સાથે પર્યટકો જાણે વાતો કરતાં હોય એવી રીતે વાદળો ડુંગરોની કોતરોમાંથી નીકળતાં હતાં, જેનાંથી ઝરણાઓ પણ ખીલખીલાટ વહી રહ્યા છે.
નક્કીલેક ઓવરફ્લો થવાને ફક્ત 3.30 ફુટ પાણીની આવક બાકી રહેલી છે. હજુ વરસાદ સતત વરસે તો નક્કીલેક ઓવરફ્લો થઈ જવાની સંભાવના રહેલી છે. આ વર્ષે એક બાજુ કોરોના મહામારીનાં લોકડાઉનથી પર્યટકો પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવાં મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP