સુરત સિવિલમાં દાખલ વૃદ્ધાનું મોત થતા હાથમાંથી સોનાની વીટી થઈ ગાયબ

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. સુરતમાં પણ હાલમાં કોરોનાનો કહેર યથાવત જ રહેલો છે. ત્યારે હાલમાં એક ચીકાવ્નારી ઘટના સુરતમાંથી જ સામે આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં હાલમાં કોરોના વાયરસને લીધે ઘણાં લોકો મોતને ભેટી રહ્યા છે, એવામાં માનવતા નેવે મૂકીને આપણને શરમ અનુભવાય એવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરતની સ્મીમેર સિવિલ કેમ્પસ સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં બેગમપુરાની કોરોનાગ્રસ્ત વૃદ્ધાનાં મોત પછી સોનાની વીંટી ગાયબ થઈ જતાં હોબાળો મચી ગયો હતો.

માતાની અંતિમ નિશાની એવી વીંટી પાછી મેળવવાં માટે મૃતક વૃદ્ધાની દીકરીએ તબીબી અધિકારીને ફરિયાદ પણ કરી હતી. આ દરમિયાન રહસ્યમય રીતે વીંટી બાથરૂમની પાસેથી મળી આવતાં આ મામલો થાળે પડ્યો હતો.આ ઘટનાની મળતી જાણકારી અનુસાર બેગમપુરા મોતી ટોકિઝ પાસે રહેતાં રૂકૈયાબેન રાજકોટવાળા ઉમર કુલ 79 ને ગઈ 6 ઓગસ્ટનાં રોજ કોરોનાનાં લક્ષણોની સાથે સિવિલ કેમ્પસમાં આવેલ કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન ગુરુવારની સવારે એમની પુત્રી મરીયમબેનને સિવિલમાંથી માતાની તબિયત ગંભીર હોવાંથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જેને લીધે તેઓ સિવિલમાં પહોંચતા થોડા સમય પછી તો માતાનું મોત થઈ ગયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

મૃતક રૂકૈયાબેનનાં હાથમાં સોનાની તથા ચાંદીની એમ કુલ 2 વીટી પહેરી હતી, જેનાં પૈકી સોનાની વીંટી ન દેખાતાં દીકરી મરિયમબેને માતાની અંતિમ નિશાની એવી સોનાની વીંટીને પાછી મેળવવાં માટે હોબાળો મચી ગયો હતો. જો, કે અહીંનાં કર્મચારીઓએ ધ્યાન ન આપતાં વાત પોલીસ તથા તબીબી અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી.

આ દરમિયાન રહસ્યમય રીતે એ જ રાત્રે વીંટી બાથરૂમ પાસેથી મળી પણ આવી હતી.આ મામલે તબીબી અધિકારીએ જણાવતાં કહ્યું હતું, કે વીંટી કાઢવાને લઈને ગેરસમજ થઈ હોવાની શક્યતા રહેલી છે. જો, કે વીંટી પરત મળી આવતાં જ પરિવારે કોઈ ફરિયાદ કરી ન હતી તથા આ મામલો શાંત પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *