હાલમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે. એવામાં ધંધા રોજગાર પણ ઠપ પડેલા છે. કોઈ આવકનું સાધન નથી. એવામાં શાળાઓ પણ ઓનલાઈન ક્લાસ ચલાવી શિક્ષણ આપી રહી છે.
આ બાજુ શાળાઓ તરફથી સતત ફીની ઉઘરાણીઓ કરવામાં આવી રહી છે. એવામાં એસ ડી જૈન સ્કુલ ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડી ગ્રુપમાંથી કાઢી મુકાયા છે. તેનું કારણ જણાવતાં તેઓ કહે છે કે તેઓએ શાળાની ફીની ઉઘરાણી કરી હતી. પરંતુ કોરોના કાળમાં વેપાર-ધંધા બંધ હોવાને કારણે કોઈ પાસે આવકનો સ્ત્રોત નથી. તો તેઓ કઈ રીતે ભરી શકે?
એવામાં સુરતની એસ ડી જૈન સ્કૂલે પણ કડક વલણ અપનાવતા શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડી ગ્રુપમાંથી બહાર કાઢી મુક્યા હતા. જેનો વિરોધ નોંધાવવા માટે એસ ડી જૈન સ્કુલ ખાતે ગ્રાઉન્ડ માં ભેગા થઈને વિદ્યાર્થીઓના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews