ડ્રાઈવીંગ લાયસન્સની ટેસ્ટ આપવા નીકળેલા બોટાદના નણંદ ભોજાઈને કારે અડફેટે લેતા કરુણ મોત

બોટાદ તાલુકાના મોટા જીંજાવદર ગામે બે નણંદ અને ભોજાઈ રહેતા હતા. તે ડ્રાઈવીંગ લાયસન્સના ટેસ્ટ માટે બોટાદ આવી રહ્યા હતા. ત્યારે બોટાદ નજીક પહોંચતા એક્ટીવા અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો અકસ્માત અને તેમાં નણંદ-ભોજાઈનું કરૂણ મોત નીપજ્યું હતું. અને એક યુવતી પણ ઈજાગ્રસ્ત થઇ હતી.

કરૂણ ઘટના અંગે મળતી વિગત અનુસાર બોટાદના મોટા જીંજાવદર ગામે રહેતા મનજીભાઈ ડાયાભાઈ ગોટીની બે પુત્રી યોગીતાબેન જેની ઉંમર 24 વર્ષ અને રૂષિતાબેન જેની ઉંમર 23 વર્ષ અને તેમના દિકરા વિજયભાઈની પત્ની ટીનાબેન ની ઉંમર 25 વર્ષ હતી. સોમવારે સવારના એક્ટીવા નં.જીજે.૦૫.એલએ.૮૬૯૭ લઈ બોટાદ ખાતે ઘરની ચીજવસ્તુઓ ખરીદવા અને ટીનાબેનના ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ દેવા માટે આવી રહ્યા હતા.

સોમવારે સવારે ૧૦:૩૦ કલાકના સમયે બોટાદથી બે કીલોમિટર દૂર પહોંચતા બોટાદ તરફથી આવી રહેલી એક સફેદ કલરની અલ્ટો કાર નં.જીજે.૩૬.ઈ.૫૨૬૮ના ચાલકે એક્ટીવા સાથે ભારે અકસ્માત સર્જતા ત્રણેય નણંદ-ભોજાઈ નીચે પટક્યા અને ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા યોગીતાબેન ગોટીનું બોટાદની સોનાવાલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને તેમના ભાભી ટીનાબેન ની હાલત ગંભીર હતી અને તેમને ભાવનગર સારવાર માટે લઈ જવાઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ તે મૃત્યું પામ્યા તેવું જાણવા મળ્યું હતું. રૂષિતાબેન ગોટી ફેક્ચર અને મુઢ ઈજા પહોંચી હતી.

આ ઉપરાંત અકસ્માતની આ ઘટનામાં નણંદ-ભોજાઈના મૃત્યુ થતાં પટેલ પરિવાર અને મોટા જીંજાવદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત રૂષિતાબેનએ અલ્ટો કાર નં.જીજે.૩૬.એફ.૫૨૬૮ના ચાલક મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ પરમાર જે મોરબી નિવાસી હતા તેની સામે બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, મૃતક ટીનાબેન ડ્રાઈવીંગ લાયસન્સની ટેસ્ટ દેવા માટે એક્ટીવા ચલાવીને બોટાદ આવી રહ્યા હતા. પરંતુ કુદરતને કંઈ જુદુ જ મંજૂર હતું જેથી ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ આપવા પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો અને તેઓ તેમના નણંદ સાથે જિંદગીની ટેસ્ટ હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *