હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. હજુ 2 દિવસ પહેલાં જ એટલે કે 15મી ઓગસ્ટનાં પર્વ પર ભારતીય ક્રિક્રેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન MS ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રીક્રેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ જાણ ધોનીએ ટ્વીટર દ્વારા સૌને આપી હતી.
શનિવારનાં રોજ સ્વતંત્રતા દિવસ પર MS ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનાં સંન્યાસ અંગેનું એલાન કર્યું હતું. આ વીડિયોમાં એનાં કેરિયરની અમુક ખાસ ક્ષણો પણ રહેલી હતી તેમજ બેકગ્રાઉન્ડમાં ગીત પણ વાગતાં હતાં.
આ વીડિયોની સાથે જ કેપ્શનમાં જણાવતાં લખ્યું હતું, કે આ સફરની માટે આપ સૌનાં પ્રેમ તેમજ સમર્થન માટે ખુબ ખુબ આભાર. આજે 19:29 એટલે કે સાંજે 7:29 વાગ્યાથી મને રિટાયર જ સમજી લેવો. MS ધોનીએ થોડા જ શબ્દોમાં ઘણું બધું જણાવી દીધું હતું.
પરંતુ અહીં પ્રશ્ન એ રહ્યો કે, છેવટે ધોનીએ સંન્યાસને માટે 19:29 નો સમય જ કેમ પસંદ કર્યો. MS ધોની સેનામાં હતો તથા ત્યાં 1-1 મિનિટ ઘણી કિંમતી હોય છે તથા ધોનીને હંમેશાથી લોકોને હેરાન કરી દેવાની જ એક ટેવ છે. પોતાનું કેરિયર હોય કે લગ્નની તમામ વાતે એણે લોકોને હેરાનીમાં જ મૂકી દીધા છે તથા પોતાના સંન્યાસને લઈને પણ એણે રહસ્યય સમય જ પસંદ કર્યો હતો.
માહીથી નજીકનાં વ્યક્તિઓએ આ સમય બાબતે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું, કે 15 ઓગસ્ટનાં રોજ ભારતમાં અંતિમ સૂર્યાસ્ત સાંજનાં 19:29 વાગ્યે થયું હતું. ગુજરાત સ્થિત ભારતનાં સૌથી પશ્ચિમી વિસ્તાર કચ્છમાં આવેલ ગુહાર મોટીમાં સૂર્ય 19:29 વાગ્યે અસ્ત થયો હતો.
એક નજીકનાં સુત્રે જણાવતાં કહ્યું હતું, કે મહેન્દ્રસિંહ ધોની એનાં કેરિયરને એક સમાનાંતર અંત આપવાં માટે ઈચ્છતો હતો. એ સૂર્યાસ્તમાં જતાં રહેવાનાં સમાન જ એક લકીર ખેંચવા માંગતો હતો. આ ખુબ જ સમજી વિચારીને લેવાયેલ નિર્ણય હતો. જે રીતે એણે સમય લખ્યો હતો- 19:29 વાગ્યે.
આ સમય લખવો એ પણ સેનાની એક રીત છે. આ સમય સેનાની માટે એનો પ્રેમ દર્શાવે છે. એ તમામ વસ્તુઓમાં આમ જ કરે છે.જો, કે 15 ઓગસ્ટની તારીખ પણ સમજી વિચારીને જ નક્કી કરવામાં આવી હતી કે કેમ, એ અંગે સુત્રએ જણાવતાં કહ્યું હતું, કે એનો ઉત્તર તો માત્ર ધોની જ આપી શકે છે.
જો, કે સંન્યાસનાં સમય અંગે ધોનીએ કોઈપણ સ્પષ્ટતા કરી નથી. પરંતુ એણે ઈશારામાં પોતાનાં કેરિયર પર સૂર્યાસ્તનો ઈશારો કરી દીધો છે. ધોનીની ઈમેજ ક્રિકેટમાં શ્રેષ્ઠ ફિનિશરની હતી તથા એટલે જ એણે સંન્યાસનો સમય પણ શ્રેષ્ડ ફિનિશર જેવો જ પસંદ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews