મંદિર નજીક માર્ગ ખોદકામ દરમિયાન મળી આવી ‘રહસ્યમય’ ગુફા, લોકો આશ્ચર્યચકિત, જુઓ તસ્વીરો

ઉત્તરાખંડના પિથોરાગઢમાં કનાલીચિના વિકાસ બ્લોકના ખાનપર ગામમાં મંદિરના નવીનીકરણ અને પહોળાકરણ દરમિયાન કરવામાં આવતા ખોદકામમાં એક રહસ્યમય ગુફા મળી આવી છે. આ ગુફા 15 મીટર લાંબી અને 10 મીટર પહોળી છે. અંદરથી ગુફા જોનારા લોકો પણ આશ્ચર્યચકિત થાય છે.

આ ગુફાની અંદર, શિવલીંગના આકારનો સફેદ પથ્થર, પાણીનો પ્રવાહ સહિતની ઘણી કલાકૃતિઓ છે. દુર દૂરથી લોકો ગુફા જોવા માટે પહોંચી રહ્યા છે. લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે આવો આકાર જમીનની અંદર આવ્યો ક્યાંથી?

ખાનપર ગામ નજીક માતા વાલી માતા તરીકે ઓળખાતા પ્રખ્યાત મંદિર છે. અહીં ધર્મશાળા, સમારકામ અને આંગણું બનાવવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલા અહીં પોકલેન્ડ મશીન દ્વારા ખડક કાપવામાં આવી રહ્યા હતા.

પોકલેન્ડ ઓપરેટર નીરજે કહ્યું કે, તેણે ટેકરીની અંદર એક નાનકડી ગુફા જોયેલી. જ્યારે બાંધકામના કામમાં સામેલ લોકો ગુફાની અંદર ગયા ત્યારે ત્યાં એક સફેદ શિવલિંગ, ટપકતા પાણીનો પ્રવાહ, પાણીની ટાંકી, શંખ અને ડુંગર બનેલી બધી કલાકૃતિઓ હતી.

ગુફામાં પહોંચતા લોકોના ટોળાને જોતા કામ અટકી ગયું છે. આ ગુફામાં પ્રવેશદ્વારની નજીક આશરે ચાર ફૂટ ઉંચાઇ અને સાત ફૂટ ઊંડી છે. લોકો ગુફા જોઈને અનેક પ્રકારની અટકળો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *