ખાડામાં સુરત? ના પ્રશ્નો વાંચીને કે સાંભળીને એવું થાય કે સોનાની સુરત. હીરાનું સુરત અને જરીનું સુરત આ નામ તો સાંભળ્યા હતા, પણ આતો નવું નામ અને સુરત નું નવું નામ ખાડામાં સુરત. આ નામ કોણે આપ્યું અને શા માટે આપ્યું હશે? તે પ્રશ્ન થાય આ વરસાદની સિઝનમાં સુરતમાં જે હાલમાં ચાર દિવસથી જે વરસાદ આવ્યો. તેમાં સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી ની પોલ ખૂલી ગઈ હોય એવું લાગે છે. કારણકે સુરત મહાનગરપાલિકાએ કીધું હતું કે અમે પ્રિમોન્સુન કામગીરી સારી રીતે પૂર્ણ કરી દીધેલી છે. તો આ પ્રિ-મોન્સૂન કામગીરીમાં તેઓએ શું કર્યું હશે?
તેઓ પોતે જાણતા હશે, કારણ કે આ સિઝનમાં એવું લાગ્યું કે પ્રિમોન્સુન કામગીરી ખાલી કાગળ ઉપર જ કરવામાં આવ્યું હોય, રોડ રસ્તા માં તેની કોઈ અસર જોવા મળી ન હતી. કારણકે સીઝનના આખરના દિવસોના વરસાદમાં તેઓની પ્રીમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણકે સુરત સીટી ની અંદર રોડ ઉપર જે ખાડાઓ પડી ગયા છે તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે અને જો તમારે વૃક્ષારોપણ કરવું હોય તો કોઈ ખાડા કરવાની જરૂર પડતી નથી. એટલા ઊંડા સુધી ખાડાઓ પડી ગયેલા છે કે ત્યાં તમે આરામથી વૃક્ષારોપણ ની પ્રવૃત્તિઓ કરી શકો છો.
જો તમારે સુરતથી વેલંજા જોવું હોય તો તમારી પાસે ગાડીની સાથે કમરનો પણ વીમો જ હોવો જોઈએ કારણકે સરકાર તમને તે રસ્તા પર ચાલીને તમારી કમર માં અચુક દુખાવા ની અસર છોડી દેશે તેવી 100 % ખાતરી આપે તેઓ રસ્તો હાલ બની ગયેલ છે. ત્યાં રોજેરોજ કેટલાય લોકો અકસ્માતના ભોગ પણ બની રહ્યા છે. તેની તંત્રને કે સ્થાનિક નેતાઓને તેની કોઈ પરવા નથી કારણકે હાલમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી આવી રહી નથી અને કોઈ રાજકીય નેતા તે વિસ્તારમાં પોતાની સભા કે ઉદ્ઘાટનમાં જવાના છે નથી. નહિતર પણ નવો રોડ બની જાય સાથે ડાન્સિંગ ના શોખીન હોય પણ તે વિસ્તારમાં પોતાની ગાડી લઈને જવું તો તેમનો ડાન્સનો શોખ પણ પૂરો થઈ જાય અને હાલમાં કોરોના ના કારણે સ્વિમિંગ-પુલ પણ બંધ છે, તો સ્વિમિંગ-પુલની પણ મજા માણવી હોય તો તેઓ પણ ત્યાં જઈ શકે છે. તેવી જ રીતે
સુરત શહેરમાં હાલમાં અઠવાગેટ વિસ્તારને છોડીને તમે ગમે તે જગ્યાએ જાવ તમને આવા સ્વિમિંગ-પુલ અને ડાન્સિંગ રોડની મજા ફ્રી મા માની શકશો તેવી 100% ટકા ની ખાતરી છે. કારણકે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણ 2020 માં સુરત મેં પ્રથમ ક્રમ લાવવો હતો, એટલે તે કામ માં વ્યસ્ત હતા તેથી સુરતમાં રોડ રસ્તા નું કામ રહી ગયું, પણ હવે એવું લાગે છે કે ખાડામાં પણ પ્રથમ નંબર લાવવો હશે. તેથી પ્રિમોન્સુન કામગીરી રોડ રસ્તા પર કરવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાને ભારત સરકારના નાના-મોટા એવોર્ડ લેવાનો બહુ શોખ છે. તો આ ખાડાઓ નો પણ કોઈ એવોર્ડ આવતો હશે તો તેમાં પણ પોતાનું નામ નોમિનેટ કર્યું હશે તેવું લાગી રહ્યું છે.
તેથી સુરતની જનતા એ ખાડામાં સુરત એવોર્ડ કે બિરુદ આપ્યું છે તો બિરુદ તે સ્વીકરે કે ના સ્વીકારે તે સુરત મહાનગરપાલિકાના અધિકારી ને જોવાનું રહેશે. કારણ કે જે રસ્તા બન્યા તેમાં કોન્ટ્રાક્ટરે પોતાનો ભાગ કાઢીને અધિકારીઓ અને ચૂંટણી ફંડ માં આપ્યો પછી જે કંઈ પૈસા વધ્યા તેમનો રોડ બનાવેલો છે. તો આપ જ વિચારી શકો કે કેવો બન્યો હશે જો તમે ફરિયાદ કરો તો એમ કહે કે ડામર અને પાણીને કેવો સંબંધ છે. તમને ખબર છે તો તેમને એમ કહેવા માગું છું કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન કાર્યાલય મુખ્યમંત્રી કાર્યાલય કલેકટર કાર્યાલય ત્યાં જે રસ્તાઓ છે તે ડામરના બનેલા હોય ત્યાં કદી કેમ ખાડા નથી પડતાં? સામાન્ય જનતાને ચાર રોડ ઉપર ખાડા પડી જાય તો નેતાઓ એમ કહે છે કે મને વોટ આપો હું હેમામાલિનીના ગાલ જેવા રસ્તા બનાવી દઉં પણ પછી આ ચૂંટાયેલા નેતાઓ ઓમ પુરીના ગાલ જેવાં રસ્તા બનાવી દે છે. તેથી તો સુરત ની જાગૃત જનતા એ સુરત ને નવું બિરુદ આપવું પડે તેથી “ખાડા માં સુરત” નવું બિરુદ આપ્યુ છે. -વિશાલ વાઘાણી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews