રાજસ્થાનમાં આજથી ઇન્દિરા રસોઇ યોજના શરૂ થશે, માત્ર આઠ રૂપિયામાં ભરપેટ ભોજન મળશે

રાજસ્થાનમાં, મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારથી ‘કોઈ ભૂખ્યાં સુવે નહિ’ અભિયાનની શરૂઆત કરીને ઇન્દિરા રાસોઇ યોજના શરૂ કરી છે. અશોક ગેહલોતે વસુંધરા રાજેની અન્નપૂર્ણા રસોઇ યોજના બંધ કર્યા બાદ 8 રૂપિયામાં સંપૂર્ણ ભોજન માટે ઇન્દિરા રસોઇ યોજના શરૂ કરી છે. આજે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાજ્યભરના 213 શહેરી સંસ્થાઓમાં 358 રસોડાઓથી તેની શરૂઆત કરવામાં આવી રહી છે. આ યોજનામાં બેસીને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક રસોડામાં સીસીટીવી કેમેરા હશે અને ખાનારાઓની તસવીરો પણ લેવામાં આવશે. મુખ્યમંત્રી ગેહલોત ગુરુવારે સવારે 11 વાગ્યે તેની શરૂઆત કરશે.

રાજસ્થાનના શહેરોમાં, રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ્સ, હોસ્પિટલો જેવા સ્થળોએ પ્રથમ રાઉન્ડમાં તેની શરૂઆત કરવામાં આવી રહી છે. મુખ્યત્વે 8 રૂપિયામાં દાળ, રોટલી, શાકભાજી અને અથાણું આપવામાં આવે છે. રાજસ્થાન સરકારના જણાવ્યા મુજબ સરકાર પ્લેટ દીઠ 12 રૂપિયાની ગ્રાન્ટ આપી રહી છે અને ખાનારને 8 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે, 20 રૂપિયાની પ્લેટ હશે. સરકારના જણાવ્યા મુજબ, આખા વર્ષમાં રોજ 1 લાખ 34 હજાર લોકોને અને વર્ષે 4 કરોડ 87 લાખ લોકોને અન્ન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેના પર ઓનલાઇન દેખરેખ રાખવામાં આવશે અને કૂપનની જાણ મોબાઇલ પર કરવી પડશે.

ભોજનનો સમય સવારના 8:30 થી બપોરે 1:00 સુધીનો રહેશે જ્યારે સાંજના ભોજનનો સમય સાંજે 5:00 થી 8:00 સુધી રહેશે. શરૂઆતમાં, દરેક કોર્પોરેશન વિસ્તારમાં 300 લોકોને, શહેર પરિષદ અને પાલિકા વિસ્તારમાં સવાર-સાંજ 150 લોકોને ભોજન આપવામાં આવશે. હકીકતમાં, સત્તા પર આવ્યા પછી, અશોક ગેહલોતે 8 રૂપિયામાં ભોજનવાળી અને 5 રૂપિયામાં ભરપેટ નાસ્તા વાળી વસુંધરા રાજેની અન્નપૂર્ણા રસોઇ યોજના બંધ કરી દીધી હતી. આ અંગે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *