મંદિરમાં ચાલી રહી હતી દારૂ પાર્ટી અને પોલીસને ખબર પડતા રંગમાં પાડ્યો ભંગ

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર મોટા પ્રમાણમાં દારૂ મળી આવે છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાતના રાજકોટમાંથી દારૂ મળી આવ્યો છે. આ વખતે…

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર મોટા પ્રમાણમાં દારૂ મળી આવે છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાતના રાજકોટમાંથી દારૂ મળી આવ્યો છે. આ વખતે તો મંદિરમાં દારૂ પાર્ટી થઈ રહી હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મંદિરમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી હોવાની ઘટના સામે આવતા માલવીયા નગર પોલીસ હરકતમાં આવી ગઇ અને CCTV માં નજરે આવતા 3 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

હાલમાં આ 3 આરોપીની ધરપકડ કરીને અટકાયત કરવામાં આવી છે. પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, આરોપીએ આ દારૂની બોટલો મંદિરમાં મૂકી હોવાનું સામે આવ્યું છે.  રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ આંબેડકર નગર પાસે મેલડી માતાજીના મંદિરમાં રાત્રે 3 જેટલા શખ્સો દ્વારા CCTV તોડી મહેફિલ મળી હોવાની ઘટના સામે આવી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલે તાપસના આદેશ આપવામાં આવ્યા છે.

જોકે પોલીસ કમિશનરના આદેશ બાદ માલવીયા નગર પોલીસ અને ACP કક્ષાના અધિકારીઓ કામે લાગ્યા હતા અને CCTV ફૂટેજના આધારે 3 આરોપીને ઝડપી પડ્યા હતા. જેમાં સંકેત, કમલેશ અને અજય નામના શખ્સની અટકાયત કરી અને જ્યારે પૂછપરછમાં ચોકવાનરી હકીકત સામે આવી હતી. જેમાં મંદિરની જમીનને લઈ વિવાદ ચાલતો હોય જેથી ત્યાં પ્રવેશ કરી અને પોલીસ અને સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલિસે હાલ તો ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

ત્યાંના રહેવાસી લોકોના જણાવ્યા અનુસાર, સવારે ભાવિકોએ દર્શન માટે મંદિર ખોલ્યું તો દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. આથી ભાવિકોએ મંદિરના સીસીટીવી ચેક કરતા ત્રણેય શખ્સો દારૂની મેહફિલ માણી મંદિરમાં આંટાફેરા કરતા હોય તેમ નજરે પડ્યા હતા. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આવા આવારા તત્વો હવે મંદિર જેવા પવિત્ર સ્થળો પણ છોડતા નથી તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. મંદિરના સીસીટીવી પણ તોડવા માટે આ ત્રણ શખ્સોએ પ્રયાસ કર્યો હતો. જો કે દારૂના નશામાં આ ત્રણ શખ્સો પાગલ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *