હાલમાં કોરોનાની મહામારી તો સમગ્ર વિશ્વમાં સતત વધતી જ જાય છે, પરંતુ આની સાથે જ સમગ્ર રાજ્યમાં સત્રોની સાથે થતાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ફરી એકવાર આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
સુરત શહેરમાં આવેલ ઉધના વિસ્તારમાં 31 ડિસેમ્બરે ધોરણ 12માં અભ્યાસ કરતી માત્ર 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘર પાસેની બિલ્ડિંગનાં ત્રીજા માળ પરથી કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનામાં સગા મામાનો છોકરો જ વિદ્યાર્થીનીને પોતાની સાથે શારીરિક સંબધ બાંધવા માટેનું દબાણ કરતો હતો તેમજ વિદ્યાર્થીનીની ફ્રેન્ડ્સને સ્કૂલમાં જઈને ફોટો પણ બતાવી દીધા હતાં.
આને લીધે બદનામી થવાનાં ભયથી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હોવાંનો ખુલાસો થતાં જ ઉધના પોલીસે મામાનાં છોકરાની વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે. પોલીસની પાસેથી મળેલ જાણકારી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના વતની તેમજ સુરતમાં આવેલ ઉધના વિસ્તારમાં રહેતી પરિવારની માત્ર 17 વર્ષની છોકરી સગરામપુરાની એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરી રહી હતી.
એણે 31 ડિસેમ્બર વર્ષ 2019 નાં રોજ પોતાનાં ઘરની પાસેની બિલ્ડિંગનાં ત્રીજા માળ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ઉધના પોલીસે અકસ્માત તેમજ મોતનો ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી હતી. આ તપાસમાં ખુલાસો થયો હતો, કે આ વિદ્યાર્થીની વતન ગઈ હતી ત્યારે એની આંખ મામાનાં દીકરા શહરેઆલમ ઉર્ફે સલમાન ગુલામ મુસ્તફા અન્સારી કે જેની ઉંમર માત્ર 20 વર્ષ સાથે મળી ગઈ હતી.
જયારે પણ સલમાન સુરત આવતો હતો ત્યારે એ વિદ્યાર્થીનીનાં ઘર પર જ રોકાતો હતો. વિદ્યાર્થીની એક વખત સલમાનને પોતાની સ્કૂલ પર લઇ ગઈ હતી ત્યારે એની ઓળખાણ પિતરાઈ ભાઈ તરીકેની આપી હતી.
જો, કે ત્યારપછી સલમાન છોકરીને સંબંધ બાંધવા માટે દબાણ પણ કરતો હતો તથા એક વાર છોકરીની સ્કૂલ પર પહોંચીને એનાં છોકરીની સાથેનાં ફોટા એની ફ્રેન્ડ્સને બતાવતાં બંનેનાં સંબંધનો ખુલાસો થયો હતો.
છોકરીએ બદનામીનાં ભયથી આપઘાત પણ કરી લીધો હતો. આ ઘટનામાં ઉધના પોલીસે છોકરીનાં પિતાની ફરિયાદને આધારે સલમાનની વિરુદ્ધ આત્મહત્યાનો તેમજ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસની શરૂઆત પણ કરી દીધી છે. આ ઘટનાની વધારે તપાસ PSI એમ.એન.પરમાર કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews