કોરોના વચ્ચે સારી નોકરી કરવી હોય તો કરો આ કામ, ગુગલ આપશે રોજગાર

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે લાકોહો લોકોનાં મોત પણ ચુકયાં છે. તમામ લોકોનાં ધંધા પણ ભાંગી પડ્યા છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

કોરોના મહામારીને કારણે લોકોની નોકરી તથા ધંધો પણ ખોરવાઈ ગયો છે. લાખો લોકો હાલમાં નોકરીની શોધ માટે બજારમાં આંટાફેરા મારી રહ્યા છે. આવા સમયમાં ઓનલાઈન જોબ સર્ચમાં ખુબ ભારે વધારો થઈ રહ્યો છે. જો, આપ પણ નોકરીની શોધ લાગેલાં હોય તો ગૂગલે એક એપ પણ લોન્ચ કરી છે.

કોરમો જોબ્સ જે તમારી મદદ કરી શકે છે. ઈન્ડોનેશિયા તથા બાંગ્લાદેશ પછી હવે ગૂગલે ભારતમાં પણ આ એપને લોન્ચ કરી છે. જો, કે ગયાં વર્ષે પણ લોન્ચ પણ કરવામાં આવી હતી પરંતુ હવે ગૂગલે પણ રીબ્રાન્ડિગ કરીને ફરીથી ઉપલબ્ધ કરી છે.

ગૂગલની આ એપ ‘Kormo Job’ ને પ્લેસ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં આપને જુદી-જુદી નોકરી પણ મળી શકે છે. એપને ડાઉનલોડ કરીને તમારે રજીસ્ટ્રેશન પણ કરવાનું રહેશે. ત્યારપછી જ તમે તમારી આવડત મુજબ નોકરી પણ શોધી શકો છો.

ગૂગલનાં કહેવાં મુજબ આ એપ નોકરીની શોધ કરવામાં પણ ઘણી મદદ કરશે. આની સાથે જ આ એપમાં બિઝનેસની સાથે જોડાયેલ ઘણી લોકો પણ હાજર છે. આ એપમાં હાલનાં સમયે કુલ 20 લાખથી પણ વધારે વેરિફાઈડ નોકરી રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *