સરકારે PUCના ભાવમાં કર્યો વધારો- જાહેર કર્યા નવા ભાવ

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે વાહનચાલકો કે જેમણે માસ્ક નથી પહેર્યું એમની પાસેથી કુલ 1,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે, ત્યારે આવાં સમયમાં ફરી એકવાર વાહનચાલકોની માટે એક સમાચાર સામે આવી રહ્યાં છે.

રાજ્ય સરકાર દ્વારા હવે વાહનોનું PUC કઢાવવાં માટેનાં નવાં દર બહાર પાડવામાં આવ્યા છે. પહેલાંનાં દરમાં ઘણો વધારો કરત જ સરકારે વાહનોનું PUC કાઢવા માટે ટુ-વ્હીલર , ફોર-વ્હીલરોનાં જાહેર કર્યા નવાં દર, પહેલાં ટુ-વ્હીલરોની માટે PUCનો દર કુલ 20 રૂપિયા હતો, જ્યારે ફોર-વ્હિલરની માટેનો દર કુલ 50 રૂપિયા હતો.

આ ભાવમાં વધારો કરતાંની સાથે જ સરકાર દ્વારા નવાં દર બહાર પાડવામાં આવ્યાં છે.હવે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલનાં વાહનચાલકોએ PUC કઢાવવાં માટે કુલ 20 રૂપિયાને બદલે હવે કુલ 30 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે, જ્યારે ફોર-વ્હીલર જો પેટ્રોલવાળી હોય તો એનો નવો ભાવ કુલ 50 રૂપિયાને બદલે કુલ 80 રૂપિયા આપવાનો રહેશે.

આ નિયમોની અસર સમગ્ર રાજ્યનાં કરોડો વાહનચાલકોને થશે. આની ઉપરાંત કુલ 3 પૈડાનાં વાહનોનાં ભાવ કુલ 25 થી લઈને કુલ 60 કરવામાં આવ્યાં છે, જ્યારે મધ્યમ તથા ભારે વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો ) નાં ભાવ કુલ 60 રૂપિયાથી વધારીને કુલ 100 રૂપિયા કરવામાં આવ્યા છે.

અહી ઉલ્લેખનીય છે, કે ગયાં વર્ષે સપ્ટેમ્બર માસથી સમગ્ર રાજ્યમાં નવાં મોટર વ્હિકલ એક્ટનો અમલ કરાવતાં સમયે હેલ્મેટ, H.S.R.P. નંબર પ્લેટ તથા PUC ને ફરજિયાત કરવામાં આવ્યા હતાં. એ સમયે PUC ને કઢાવવાં માટે ઘણી લાંબી લાઈનો લાગેલી જોવાં મળી હતી.

સમગ્ર રાજ્યમાં PUC કઢાવવાં માટે કતારો લાગી હતી ત્યારે ઘણાં વાહન-ચાલકોની તો PUC પણ એક્સપાયર થઈ ગઈ હતી. 16મી સપ્ટેમ્બરનાં રોજ સમગ્ર રાજ્યમાં મોટર વ્હિકલ એક્ટ પ્રમાણે ટ્રાફિકનાં નવા નિયમો અમલ કરવામાં આવ્યા હતાં.

વધારે દંડ ચૂકવવો ન પડે તેની માટે ઘણાં વાહનચાલકોએ આગોતરી તૈયારીઓ પણ કરી નાંખી હતી. PUC નું સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાં માટે હાલમાં પણ PUC નાં કેન્દ્ર પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે વાહન વ્યવહાર કમિશ્નરે સમગ્ર રાજ્યમાં કુલ 1,500 પીયુસી સેન્ટરોની શરૂઆત કરવાં માટે RTO કચેરીમાંથી અરજીઓ પણ મંગાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *