ગેંગસ્ટર વિકાસ દુબેની ફિલ્મનું ટ્રેલર થયું રીલીઝ- તમે જોયું કે નહિ?

ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey) ના જીવન પર આધારિત ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું નામ ‘પ્રકાશ દુબે કાનપુર વાલા’ (prakash dubey kanpur wala) છે, જે ગોલ્ડન બર્ડ પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેનું ટ્રેલર પણ રજૂ કરવામાં આવ્યું છે. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગૈંગસ્ટર વિકાસ દુબે જેવો દેખાતો અભિનેતા પ્રમોદ વિક્રમ સિંહ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે.

આ ફિલ્મમાં વિકાસ દુબેની વાર્તા તેમજ અન્ય ગેંગસ્ટર અમર દુબેની વાર્તા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અમર દુબેના પાત્રનું નામ સમર છે અને ટ્રેલરમાં તેની પણ મહત્વની હાજરી છે. જણાવી દઈએ કે, વિકાસ આંખ બંધ કરીને અમર દુબે પર વિશ્વાસ કરતો હતો. અમરને વિકાસનો જમણો હાથ માનવામાં આવતો હતો. અમર શૂટિંગમાં પણ નિષ્ણાત હતો.

રસપ્રદ વાત એ છે કે, ટ્રેલરમાં દેખાય છે કે અમર દુબે અને વિકાસ દુબે હત્યા કરે છે, કથિત એન્કાઉન્ટરમાં નહીં. આ ફિલ્મનું દિગ્દર્શન આકાશસિંહ ગહરવાર કરી રહ્યા છે. આ અગાઉ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ કહ્યું હતું કે તે ગેંગસ્ટરના જીવન પર એક વેબ સિરીઝનું દિગ્દર્શન કરશે.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને એસટીએફ અધિકારીઓ સાથેની એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયા પછી ગેંગસ્ટર વિકાસ દુબેનું મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માત દરમ્યાન તેનું વાહન પલટી ખાઇ જતાં તેની મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *