મુખ્યમંત્રી રૂપાણી સરકારનો સૌથી મોટો નિર્ણય: અહિયાં બનશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવું અલંગ

આપને જાણ તો હશે જ કે ભાવનગર જીલ્લામાં આવેલ અલંગ શીપયાર્ડ વિશ્વમાં ખુબ જ નામના ધરાવે છે. ત્યારે એને લઈને એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં માત્ર 1 જ શીપયાર્ડ આવેલું છે. જયારે રુપાણી સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં આવેલ જામનગરમાંથી એક સારાં સમાચાર સામે આવી રહ્યા છે. CM વિજય રૂપાણીએ જામનગરમાં આવેલ સંચાણામાં શિપ બ્રિકિંગ યાર્ડની પરવાનગી આપવામાં આવી છે. જેથી હવે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરમાં મોટું યાર્ડ બનવાં માટે જઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ પ્રમાણેનું આ યાર્ડ હશે. જેને લીધે આજુબાજુનાં લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારીની ઘણી તકો પણ ઉભી કરશે. આજે CM વિજય રૂપાણી દ્વારા સૌથી મોટો નિર્ણાયક અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આની મળેલ જાણકારી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં આવેલ સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડની શરૂઆત કરવાંની પરવાનગી આપી દીધી છે. જેને કારણે હવે સૌરાષ્ટ્રમાં વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ જામનગરમાં અઆવેલ સચાણામાં શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું પણ જોવાં મળશે.

રૂપાણી સરકારની જાહેરાતથી જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ઘારા ધોરણો પ્રમાણેનું એક નવું જ અલંગ આકાર પામશે. સંચાણાનો શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતાં જ જામનગર જિલ્લા તથા સચાણાની આજુબાજુનાં વિસ્તારોમાં ઘણાં લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારીની ઘણી તકો પણ ઉભી થશે.

જામનગરમાં આવેલ સચાણામાં નવું શિપ બ્રેકિંગ યાર્ડને પરવાનગી મળતાં જ હવે સૌથી મોટા તથા ખુબ વિશાળ જહાજો અલંગમાં તેમજ નાના મધ્યમ કદનાં જહાજો સચાણામાં પણ આવશે. ખુબ લાંબા સમયથી નાના તેમજ મધ્યમ કદનાં જહાજોનાં શિપ બ્રેકિંગ માટેનું યોગ્ય સ્થળ સચાણા ફરી ધમધમતું કરવાંનાં CMનો નિર્ણય ખરેખર આવકાર દાયક છે.

CM વિજય ભાઈએ સચાણાની જમીનની હદ બાબતનાં વિવાદનો અંત લાવવાં માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના પણ કરવામાં આવી હતી. આ પહેલનાં ફળદાયી પરિણામનાં રૂપે વર્ષ 2012થી બંધ પડેલ સચાણાનું શિપ બ્રેકિંગ ફરીથી ગતિવિધિ પુનઃ વેગવાન પણ બનશે.

દુનિયાનાં મેરી ટાઇમ તથા શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગનાં મેપ પર સચાણા પણ હવે સ્થાન પામશે.CM નાં આ દૂરોગામી નિર્ણયથી વિશ્વનાં નાના તેમજ મધ્યમ કદનાં જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ રિસાયકલિંગ માટે આવતાં થવાથી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને પણ કસ્ટમ GST સહિતનું ઘણું હૂંડિયામણ પણ મળતું થશે.

ગુજરાત રાજ્યનાં સર્વગ્રાહી વિકાસની સાથે જ સર્વોત્તમ ગુજરાતની CM ની નેમ સાકાર કરવાંની દિશામાં એક નવું સીમાચિન્હ પણ પ્રસ્થાપિત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *