લખનઉમાં એક મોટો અકસ્માત થયો છે. જેમાં કુલ 2 બસ એકબીજાની સાથે ટકરાતાં ક્રેશ થઈ ગઈ છે. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે કુલ 2 લોકોનાં મોત હોસ્પિટલમાં થયાં હતાં. ઇજાગ્રસ્ત કુલ 12 લોકોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
લખનઉમાં આવેલ કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. હરદોઈ-કાકોરી રોડ પર બાજનગર રોડ નજીક ઓવરટેક થતાં હરદોઈ ડેપોની બસો એકબીજાની સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 4 લોકોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું અને સારવાર દરમિયાન કુલ 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
ડ્રાઈવર પણ મૃત્યુ પામેલા લોકોમાં સામેલ છે. બસમાં આશરે કુલ 20-22 લોકો હતાં. અકસ્માતમાં ઘાયલ થયેલ બાકીના મુસાફરોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ મેનેજિંગ ડિરેક્ટર ટ્રાન્સપોર્ટ રાજ શેખરના જણાવ્યા મુજબ તપાસ સમિતિની રચના કરી ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી છે અને માત્ર 24 જ કલાકમાં તપાસ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. પરિવહન વિભાગે આ આદેશમાં ARM ગૌરવ વર્માને સંપૂર્ણ દેખરેખ હેઠળ ઘટનાની તપાસ પણ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews