વતન પરત ફરી રહેલા શ્રમિકો ટ્રેનમાંથી ઉતરીને ચેકિંગ થાય એ પહેલા કરે છે આવું…

નાગપુરથી આવેલા પ્રવાસી શ્રમિકોએ ગુરુવારે ટ્રેનમાંથી ઉતર્યા બાદ જંકશન પર જ પોતાની માતૃભૂમિને સાષ્ટાંગ પ્રણામ કરી તેની માટીનું તિલક લગાવ્યું. સ્પેશિયલ ટ્રેનમાંથી ઉતર્યા બાદ તેમનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ તેમને કવારંટાઈન કરવા માટે બસ દ્વારા નિશ્ચિત જગ્યાઓ પર મોકલવામાં આવ્યા.પરંતુ બસમાં જતા પહેલા આ શ્રમિકોએ જ્યારે પોતાની ધરતીને સાષ્ટાંગ પ્રણામ કર્યા તો અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓ સહિત ત્યાં ઉપસ્થિત લોકોની આંખો ઉભરાઈ આવી. લોકોએ કહ્યું કે પોતાના ઘરે અને ગામમાં જઈને એવું લાગી રહ્યું છે જાણે કે બધું જ મળી ગયું હોય. તેઓને lockdown બાદ સૌથી વધારે આની ઈચ્છા હતી. પરંતુ ભગવાન, સરકાર તેમજ મીડિયાના આભારી છે કે પોતાના પરિજનો અને સમાજના લોકો સાથે મુલાકાત થશે.

24 ટ્રેન થી પહોંચ્યા 28467 પ્રવાસી, 20 ટ્રેન થી આજે આવશે 20,000 લોકો

Lockdown દરમિયાન બહાર ફસાયેલા પ્રવાસી શ્રમિકોને બિહાર લાવવાની ગતિવિધિ ઓ ઝડપી થઈ ગઈ છે.ગુરુવારે ibrd સચિવ અનુપ કુમારે જણાવ્યું કે સાત રાજ્યોમાં થી 20 ટ્રેનો દ્વારા 22629 પ્રવાસી શ્રમિકો તેમજ અન્ય લોકો બિહાર પહોંચશે. તેમજ ગુરૂવારના રોજ 24 ટ્રેન દ્વારા 28467 લોકો પાછા ફર્યા. શુક્રવારે આંધ્ર પ્રદેશથી સહરસા,બરૌની અને દરભંગા માં 1200 યાત્રી,હરિયાણાથી મુજફ્ફરપુર અને કટીહાર માં ક્રમશ 1210 અને 1200 યાત્રી,ગુજરાત થી પુરનીયામાં 1240, ભાગલપુર, મુજફ્ફરપુર અને ભોજપુરમાં ક્રમશ 1200-1200 યાત્રી,મહારાષ્ટ્રથી મોતિહારીમાં 1200,રાજસ્થાનથી ભોજપુર તેમજ સહરાસા માં ક્રમશ 1246 તેમજ 1333 યાત્રીઓ આવશે.

કર્ણાટકમાં પણ આજથી ખુલશે ટ્રેન

રિયલ એસ્ટેટ અને નિર્માણ ક્ષેત્રના દિગ્ગજો સાથે બેઠક બાદ પ્રવાસી મજુરોના ઘરે પરત મોકલવા ઇનકાર કરનાર કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદુરપ્પા હવે તેમને મોકલવા માટે રાજી થઈ ગયા છે. અનુમાન છે કે શુક્રવારે ત્યાંથી બિહાર, યુપી અને ઝારખંડ માટે ટ્રેનનો ચાલુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *