ગર્લફ્રેન્ડે રીક્ષાવાળાની સાથે કરી લીધાં લગ્ન આ જાણીને યુવતીનાં પ્રેમીએ રીક્ષાવાળાની સાથે જે કર્યું એ જાણીને તમે ચોકી જશો …   

મહારાષ્ટ્રમાં આવેલ પુનામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ધરપકડ કરાયેલ એક શખ્સનો આરોપ છે, કે એણે શહેરમાં કુલ 70 ઓટો ડ્રાઇવરોના મોબાઇલ ફોન ચોરી લીધા છે. પોલીસનું કહેવું છે, કે તેણે બદલો લેવાં માટે આવું કર્યું છે.

કારણ કે તેની ગર્લફ્રેન્ડ ભાગી ગઈ હતી અને ઓટો ડ્રાઇવરની સાથે લગ્ન કરી લીધાં હતાં. આ પછી એણે ઓટોરીક્ષાવાળાનાં શિકાર કરવાનું શરૂ કર્યું અને તેમના ફોન ચોરી લીધા.પોલીસના જણાવ્યા મુજબ આરોપીનું નામ આસિફ ઉર્ફે ભુરાભાઇ આરી શેખ છે.

તે અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો. તે શિબિરના નવા મોદીખાનામાં રહેતો હતો. તે ફક્ત રીક્ષાવાળાને શિકાર બનાવતો હતો અને તેમના મોબાઇલ ચોરી લેતો હતો. સોમવારે પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 27 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પોલીસે માહિતી આપી છે કે આરીફ વર્ષ 2019 માં અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ વેચ્યા બાદ તેની પ્રેમિકાની સાથે પુણે આવ્યો હતો. આ પછી તેની ગર્લફ્રેન્ડ તેના બધા પૈસા લીધા બાદ ઓટો ડ્રાઇવરની સાથે ભાગી ગઈ હતી. આ પછી આરોપી આરિફે બદલો લેવા માટે ઓટોરિક્ષા ચાલકોને શિકાર બનાવવાનું શરૂ કર્યું.

તેણે તેમના મોબાઈલ ચોરવાનું શરૂ કર્યું. તેણે અત્યાર સુધીમાં કુલ 70 ડ્રાઈવરોનાં મોબાઇલ ચોરી લીધા છે.આરીફ તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેના પરિવારના સભ્યો તેની વિરુદ્ધ હતા. તેથી તે નવી શરૂઆત કરવા પુણે આવ્યો હતો.

પરંતુ 2 દિવસ બાદ તેની પ્રેમિકા અમદાવાદ ભાગી ગઈ હતી. તેને શોધે છે અને તેની સાથે વાત કરે છે પરંતુ જ્યારે તે સંમત ન થયો, ત્યારે તે પાછો પૂણે આવ્યો અને સબંધી સાથે રહ્યો. આ પછી ઓટો ડ્રાઇવરો સામે નફરત ધરાવતા આરીફે શહેરમાં એક ઓટોમાં મુસાફરી કરતાં ફોન ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *