ઉત્તર ભારતના પવિત્ર યાત્રા ધામ ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરી રહેલી એક બસના ડ્રાઈવરને ચાલુ બસમાં જ હાર્ટ અટેકનો હુમલો આવી ગયો હતો. ભટવાડી ખાતે ડ્રાઈવરની અચાનક તબિયત બગડી હતી.
ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરી રહેલી એક બસના ડ્રાઈવરને ચાલુ બસમાં જ હાર્ટ અટેકનો હુમલો આવી ગયો હતો. ભટવાડી ખાતે ડ્રાઈવરની અચાનક તબિયત બગડી હતી. પોતાની સાથે કંઇક અજુગતું થઈ રહ્યાનું હોવાના કારણે ડ્રાઈવરે એક પણ પળનો વિચાર કર્યાં વગર બસને રસ્તાની બાજુમાં પાર્ક કરી દીધી હતી.
બસ બાજુમાં ઉભી રહેતા જ તે બેભાન થઈ ગયો હતો. ત્યાંથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બસમાં ગુજરાતના 27 જેટલા યાત્રાળુઓ સવાર હતા. આ રીતે ડ્રાઈવર ભરતસિંહ પવારે મરતાં મરતાં 30 લોકોનો જીવ બચાવ્યો હતો.
મંગળવારે સાંજે ગુજરાતના સુરતથી 27 જેટલા યાત્રાળુઓ એક બસમાં ગંગોત્રીથી ઉત્તરકાશી પરત ફરી રહ્યા હતા. ઉત્તર કાશીથી 28 કિલોમીટર દૂર ભટવાડી ખાતે બસના ડ્રાઈવર ભરતસિંહ પવારની તબિયત બગડી હતી. ત્યાર બાદ ડ્રાઈવરે એક સુરક્ષિત જગ્યાએ બસને ઉભી રાખી દીધી હતી.
ત્યાર બાદ તેની તબિયત વધારે બગડવા લાગી હતી અને તે અચાનક બેભાન થઈ ગયો હતો. બસમાં સવાર લોકોએ સ્થાનિકોની મદદથી તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મૃતક ડ્રાઈવર ભરતસિંહ પવાર ઋષિકેષના નિવાસી હતા. તેઓ યાત્રાળુઓની બસના ડ્રાઈવર હતા. આ બનાવ બાદ યાત્રીકોએ મીડિયા સાથે વાતચીત કરતા ડ્રાઈવરે પોતાનો જીવ બચાવ્યાનું કબૂલ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.