આશિકીનાં પાઠ ભણવામાં રહ્યો ત્યાં મેડીકેલ અભ્યાસના પાઠમાં થયો નાપાસ, જાણો પછી તેણે ગર્લ-ફ્રેન્ડ સાથે શું કર્યું ?

Published on Trishul News at 11:35 AM, Thu, 16 May 2019

Last modified on May 16th, 2019 at 11:35 AM

આશિકીના ચક્કરમાં નાપાસ થયો મેડિકલ સ્ટુડન્ટ, ગર્લફ્રેન્ડ પાસે માંગી કોલેજ ફી

નાપાસ થવા પાછળ વિદ્યાર્થીએ પોતાની ગર્લફ્રેન્ડને જવાબદાર ઠેરવી હતી અને પ્રથમ વર્ષના અભ્યાસની ફી ભરવા કહ્યુ હતું.

આશિકીના ચક્કરમાં મેડિકલનો અભ્યાસ કરનારો વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં જ નાપાસ થયો હતો. નાપાસ થવા પાછળ વિદ્યાર્થીએ પોતાની ગર્લફ્રેન્ડને જવાબદાર ઠેરવી હતી અને પ્રથમ વર્ષના અભ્યાસની ફી ભરવા કહ્યુ હતું. ગર્લફ્રેન્ડે આ વાત પર બોયફ્રેન્ડને છોડી દીધો હતો.

જેને કારણે છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને ફોન અને મેસેજ કરીને ફીની માંગણી કરવાનું શરૂ કરી દીધુ હતું. બાદમાં ગર્લફ્રેન્ડે પરેશાન થઇને પોલીસ ફરિયાદ નોંધાવી તો વિદ્યાર્થીને જેલ જવાનો વારો આવ્યો હતો. આ ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની છે.

મહારાષ્ટ્ર ઔરંગાબાદ જિલ્લામાં 21 વર્ષના એક મેડિકલ સ્ટુડન્ટની પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થી પર વસૂલી અને ગુનાહિત ઇરાદાથી છેતરપિંડીનો આરોપ છે.

બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરીનો અભ્યાસ કરી રહેલા આરોપી વિદ્યાર્થીની પરીક્ષામાં નાપાસ થવા પર ગર્લફ્રેન્ડ પાસેથી અભ્યાસની ફી ભરવાની માંગ કરી હતી. તેનું કહેવું હતું કે, ગર્લફ્રેન્ડે તેનું ધ્યાન ભણવા પરથી હટાવ્યુ જેને કારણે તે નાપાસ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "આશિકીનાં પાઠ ભણવામાં રહ્યો ત્યાં મેડીકેલ અભ્યાસના પાઠમાં થયો નાપાસ, જાણો પછી તેણે ગર્લ-ફ્રેન્ડ સાથે શું કર્યું ?"

Leave a comment

Your email address will not be published.


*