હાલમાં થોડા સમયથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અતિભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જવાંને કારણે ઘણાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલમાં આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.હળવદમાં આવેલ અતિભારે વરસાદને કારણે ખેડૂતોમાં હેરાનગતી જોવાં મળતી હોય છે.
હળવદમાં આવેલ સાપકડા ગામમાં વાડી વિસ્તારમાં ભરાયેલ પાણીથી ઘણી હાલાકી ભોગવવી પડે છે. અતિભારે વરસાદને કારણે વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. વાડી વિસ્તારમાં આવેલ રસ્તામાં પાણી ભરાઈ જવાથી બીમાર લોકોને ખુબ જ તકલીફ પડે છે.
સાપકડા ગામમાં રહેતાં બિમાર વ્યક્તિને કુલ 4 દિવસથી કેડ સમા પાણીમાંથી પસાર કરીને એમ્બ્યુલન્સમાં હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં. રોડમાંથી પાણીનો નીકાલ ન થતો હોવાંથી ખેડુતે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જેને કારણે તંત્રમાં ઘણી દોડધામ મચી ગઈ છે. સાપકડમાં રહેતાં ખેડુત જયંતીભાઈ ચૌહાણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં જ તંત્રમાં ઘણી દોડધામ મચી જવા પામી છે.હળવદ તાલુકામાં આવેલ સાપકડા ગામમાં રહેતાં જયંતીભાઈ લવજીભાઈ ચૌહાણને વાડી વિસ્તારમાં છેલ્લા કુલ 4-5 દિવસથી અતિભારે વરસાદને લીધે કેડ સમા પાણી ભરાઈ ગયાં છે.
જેની તંત્રમાં ઘણીવાર રજૂઆત કરવાં છતાં પણ આજ સુધી કોઈ રસ્તો ન આવતાં છેલ્લા કુલ 3-4 દિવસથી વાડીમાં રહેતાં મેરાભાઈ ધોધાભાઈ બીમાર હોવાંથી આપને સારવાર અર્થે એમને ખટલામાં લઇને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે.
તંત્રમાં હળવદ મામલતદાર સરપંચ મંત્રી ઘણીવાર જાણ કરવાં છતાં પણ તંત્ર દ્વારા આજદીવસ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હળવદમાં આવેલ સરકારી હોસ્પિટલમાં જયંતીભાઈ લવજીભાઈ ચૌહાણ જણાવતાં કહ્યું હતું, કે પ્રશ્નનો નિકાલ ન થાય તો આત્મવિલોપન કરવાંની ઘણી ચીમકી ઉચ્ચારતા તંત્રમાં ઘણી દોડધામ મચી જવા પામી છે.
આ સમયે જેન્તીભાઈ જણાવતાં કહ્યું હતું, કે મારી પત્નીને પણ હાલમાં ડીલેવરી આવે એમ છે. હવે વરસાદી પાણી ભરેલાં હોવાંને કારણે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરે એવી માંગણી તથા રજૂઆત પણ કરવામાં આવી છે. જો નિકાલ કરવામાં ન આવે તો મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપન કરીશ એવી ઘણી ચીમકી ઉચ્ચારતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews