ઉત્તરપ્રદેશના મૈનપુરી ના એક ગામમાં દલિત વિધવા અને એક વ્યક્તિને સાર્વજનિક રીતે શર્મસાર કરવાની ઘટના સામે આવી છે.પુરુષ અને મહિલા બંને એક જ સમુદાયના છે અને બંને વચ્ચે સંબંધ હોવાને લીધે ગ્રામ લોકોએ આ પગલું ભર્યું.
જણાવી દઈએ કે એક અઠવાડિયાની અંદર રાજ્યમાં આવો બીજો મામલો સામે આવ્યો છે. શુક્રવારની રાત્રે બનેલી આ ઘટનામાં મહિલા અને પુરુષ ના માથે મુંડન કરવામાં આવ્યું અને તેમના મોં કાળા કરવામાં આવ્યા અને તેમને ચપ્પલ નો હાર પહેરાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેમને નગ્ન કરવાની પણ કોશિશ કરવામાં આવી હતી.
જો કે સમય રહેતા બંનેને પોલીસે બચાવી લીધા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. પીડિતો માંથી એકની ફરિયાદના આધારે પોલીસે શનિવારના રોજ ત્રણ લોકોની ધરપકડ કરી હતી
મેનપુરી ના પોલીસ અધિક્ષક અજય કુમારે કહ્યું કે 10 અજ્ઞાત મહિલાઓ સહિત 16 લોકો વિરૂદ્ધ આઈપીસીની ધારા 499 અને 500 અંતર્ગત ગુનો નોંધી કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews