સુરતની લાજપોર જેલમાં કેદીઓને ફાઈવ સ્ટાર સુવિધાઓ કોણ આપી રહ્યું છે? વિડીયો કોલના ફોટો વાઈરલ

સુરતની લાજપોર જેલ ખૂબ જ મોટી રહેલી છે. તેવામાં સુરતના માથાભારે રાહુલ એપાર્ટમેન્ટની નવી કરતૂતો બહાર આવી છે. તે જેલની અંદર બેસીને જ વીડિયો કોલિંગ કરી રહ્યો હોય તેવા સ્ક્રીનશોટ વાયરલ થયા છે. આ થવા પાછળ કોઈને કોઈ અંશે જેલ પ્રશાશન જ જવાબદાર હોવાનું લાગી રહ્યું છે.

સુરતની હાઇટેક લાજપોર જેલમાં એન્ડ્રોઇડ મોબાઈલથી વીડિયો કોલિંગ કરવામાં આવ્યું હતું. રાહુલ એપાર્ટમેન્ટ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને હાલ સજા ભોગવી રહેલો છે.

આરોપી હાલમાં જેલમાં બંધ હોવા છતાં બહાર વીડિયો કોલિંગ દ્વારા કોન્ટેક કરી રહ્યો છે. થોડા દિવસો અગાઉ જ લાજપોર જેલમાંથી કેટલાક મોબાઇલ મળી આવ્યા હતા. અને મોબાઈલ મળવાનો સિલસિલો લગાતાર શરુ જ છે.

એવામાં લાજપોર જેલની ઢીલી નીતિ બહાર આવી છે અને જેલ પ્રશાસનની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. એવામાં લાજપોર જેલમાંથી વીડિયો કોલિંગ કરતા ફોટો વાયરલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *