IPL પર છવાયા સંકટના વાદળો- BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તોડ્યું મૌન

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની સીઝન 13 પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે. કોરોના મહામારીના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગનું 13મી સિઝન નક્કી થયેલા સમયે શરૂ ન થઈ શકે. કોરોના મહામારીના જોખમ ધ્યાનમાં રાખી BCCIએ દુબઈમાં 13મી સિઝનનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ IPL ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ CSKના 12 જેટલા મેમ્બર કોરોનાનો શિકાર થયા છે. CSKની ટીમ એક અઠવાડિયા પહેલા જ દુબઈ આવી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ પર ફરી ઊભા થયેલા સવાલોના નિશાના પર BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મૌન તોડ્યું છે. સૌરવ ગાંગુલીએ આ અંગે જે નિવેદન આપ્યું છે તે જોઇને લાગી રહ્યું છે કે, અત્યાર સુધી આયોજનની સ્થિતિ સ્પષ્ટ નહોતી.

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી જણાવતા કહે છે કે, CSKના મામલે તો હું કોઈ નિવેદન આપી નહીં શકું. અત્યારે અમારા દ્વારા પણ નહીં જાણવામાં આવી કે, ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન 19 સપ્ટેબમરથી શરૂ થઈ શકશે કે નહીં. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બધુ સારું થશે એવી આશા વ્યક્ત કરી છે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવતા કહ્યું હતું કે, અમને આશા છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન સારી રીતે થઈ જાય અને ઇન્ડિયન પ્રીમિયર લીગનો કાર્યક્રમ ઘણા લાંબા સમય સુધી ચાલશે. અમે અહિયાં માત્ર બધુ સારી રીતે થવાની આશા રાખી શકીએ છીએ. ગયા શુક્રવારના રોજ એક ખેલાડી સહિત CSKના 12 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને ટીમમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

હાલના સમયમાં જ UAEમાં કોરોના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાથે-સાથે CSKના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈના પરિવારની સુરક્ષાનો હવાલો આપતા ભારત ફરવાના કારણે આ મામલો વધારે ગંભીર બન્યો છે. સુરેશ રૈનાએ જણાવતા કહ્યું હતું કે, તે પોતાના પરિવાર સાથે જોખમ નહીં ઉઠાવી શકે એ કારણોસર ઇન્ડિયન પ્રીમિયર લીગને લઈને સવાલિયા નિશાન ફરી એકવાર ઊભા થઈ ગયા છે. એટલું જ નહીં IPL ટૂર્નામેન્ટની ચાલુ થવામાં અત્યારે માત્ર 19 દિવસનો જ સમય બાકી છે પરંતુ, BCCI તરફથી મેચોનું ટાઇમટેબલ હાલના સમયમાં પણ જાહેર કરવામાં આવ્યું નથી. BCCI દ્વારા એક મહિના પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે, ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે દુબઈ ખાતે કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *