અસમ પોલીસે રાજ્યમાં એન્ટી ડ્રગ્સ ઓપરેશન કર્યું, જેની જાણકારી તેમણે ટ્વિટર પર ખૂબ મજેદાર રીતે આપી. ટ્વીટર પર આજકાલ સાથ નીભાના સાથીયા સીરીયલ નો એક ડાયલોગ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. રસોડે મે કોન થા? હવે અસમ પોલીસે જણાવ્યું છે કે આખરે રસોડે મે કોન થા?
ટ્વિટર પર ડ્રગના વેપારીઓનો ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે, ‘રસોડે મેં કૌન થા? રસોડે મેં બે ડ્રગ પેડલર્સ હતા. કાર્ટનમાંથી લિવસાફ અને વિટામિન દૂર કર્યા અને કોડેક્સ અને ડ્રગ્સ ભરી દીધા. આ ક્ષણે, ટીમ નાગાંવ આવી હતી અને બંનેને ઝડપી લીધા હતા.
RASODE ME KAUN THA ?
Rasode me do drugs peddlers tha.
Carton me se Livsaf and vitamins nikal diye aur CODEX and drugs chhupa diya.
Itne me Team Nagaon ayi aur dono ko utha liya.@assampolice @gpsinghassam @lrbishnoiassam pic.twitter.com/UIV7Wrih0p— Nagaon Police (@nagaonpolice) September 1, 2020
ડાયલોગ ‘રસોડે મેં કૌન થા?’ તેનો અર્થ એ કે રસોડામાં કોણ હતું? આ તે સીન છે જ્યાં એક મહિલા તેની બે પુત્રવધૂઓને ઠપકો આપી રહી છે. કારણ કે તેમાંના કોઈએ ખાલી કુકર ગેસ પર મૂકી દીધું હતું.
પોલીસે આ ટ્વીટ સાથે બે તસવીરો શેર કરી છે. જેમાં ઘણા કાર્ટૂનમાં સામાન્ય દવાઓ ની બોટલો દેખાડવામાં આવી છે. પોલીસે કહ્યું કે આ બોટલોમાં ડ્રગ્સ હતાં, દવાઓની જગ્યાએ તેમાં ડ્રગ્સ લઈ જઈ રહ્યા હતા.
અસમ પોલીસે રમુજી ટ્વીટ્સ કરી લોકોને મનોરંજ આપતી રહે છે. આ વખતે પણ તેમણે કંઈક આવું જ કર્યું છે.મુંબઈ પોલીસ પણ પોતાના ટ્વિટમાં હાસ્ય નો ઉપયોગ કરવા માટે જાણીતી છે જેનાથી એ નક્કી થઈ શકે કે તેમના મેસેજ યુવાનો સુધી પહોંચી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews