ફક્ત 5 વર્ષીય માસુમ બાળકના પેટમાંથી એવું તો શું નીકળ્યુ કે, જેને જોઈ ડોકટરોને પણ પરસેવો છૂટી ગયો

હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય લાગશે. રાજસ્થાનમાં આવેલ કોટા જિલ્લામાં ફક્ત 5 વર્ષીય બાળકના પેટમાં 1…

હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય લાગશે. રાજસ્થાનમાં આવેલ કોટા જિલ્લામાં ફક્ત 5 વર્ષીય બાળકના પેટમાં 1 વર્ષથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે આ બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે ડોક્ટર પણ ચોંકી ગયા હતા.

બાળકના પેટમાં સાપની આકૃતિ જેવી કુલ 3 ફુટ લાંબી ગાંઠ નીકળી હતી. આ બાળકને છેલ્લા 1 વર્ષથી પેટમાં દુખાવો તેમજ ઓડકાર આવવાની તકલીફ હતી. આ બાળકને ઘણીવાર આવી તકલીફ થતી હતી. જેથી જ્યારે એને ડોક્ટરને દેખાતાં સાજો થઈ જતો હતો પરંતુ આ વખતે તે એકદમ નબળો પડી ગયો હતો તેમજ તેનું જમવાનું પણ ખુબ ઓછું થઈ ગયું હતું.

બાળકના પિતાએ ડોક્ટર વીએન માહેશ્વરીને દેખાડ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, પેટમાં ગાંઠ જેવું લાગી રહ્યું છે ત્યારે એમણે બાળકને કોટાના વરિષ્ઠ ડોક્ટર સમીર મહેતા પાસે રેફર કર્યા હતાં. ડોક્ટર સમીરે જ્યારે બાળકનું ઓપરેશન કર્યું તો તેઓ પણ ચોંકી ગયા હતાં. એના પેટમાંથી સાપ જેવી આકૃતિ ધરાવતો દોરાથી બનેલ કુલ 3 ફુટ લાંબો ગુચ્છો નીકળ્યો હતો.

કુલ 4 દિવસ બાદ બાળક જમી શકશે :
ડોક્ટર સમીરે કહ્યું કે, આ ખુબ ભયંકર બિમારી છે તેમજ મેડિકલ ભાષામાં એને ‘રૈપએન્જેલ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. મોટાભાગના કેસમાં દર્દી પોતાના વાળ તોડીને ખાય છે પરંતુ આ બાળક કાપડના દોરા ટુકડા ખાતો હતો જે એકદમ અસામાન્ય હતું. ડોક્ટરે જણાવ્યું કે, આવો કેસ છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત જોયો છે. ઓપરેશન સફળ રીતે પાર પડી ગયું છે. હવે આ બાળક 4 દિવસ બાદ જમી શકશે. આ બિમારીને ‘ટ્રીકોબીજાર’ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *