મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ સચીન GIDCમાં રહેતો 19 વર્ષિય કિશન(નામ બદલ્યું છે)એ તેના મિત્ર ગોપાલને 4 મહિના પહેલા લીધેલા ઉછીના 6 હજાર તે આપતો ન હતો. 26મીની સાંજે ગોપાલ સુરેશ, બીજો એક સુરેશ અને લાદુરામ કિશનનું અપહરણ કરીને તેને લાદુરામના ખાતા પર લઈ ગયા. ત્યાં રોશનને નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો હતો. આરોપીઓ એ કિશનને બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી 1 લાખ માંગ્યા હતા. કિશનને કરન્ટ પણ અપાયો હતો. મધરાત્રે બંને સુરેશે રોશન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો બનાવ્યો હતો. સવારે રોશન કોઇક રીતે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
પોલીસે ફરિયાદ ન લેતા કિશન સીપીના શરણે
કિશને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સચીન જીઆઈડીસી પોલીસ આવી તેજ સમયે લાદુરામ પોલીસ સામે કિશન પાસેથી મોબાઇલ આંચકીને ભાગી ગયો. ત્યારે પોલીસે કાંઈ કર્યું નહીં. કિશને ફરીથી પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો. પોલીસ આવી અને કિશનને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. કિશને જણાવ્યું કે સચીન જીઆઈડીસી પોલીસે મારી ફરિયાદ લીધી ન હતી. આરોપીઓને પોલીસે બોલાવ્યા પછી છોડી મુક્યા હતા. મંગળવારે રોશને પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી છે.
મેડિકલ ચેકઅપ થતા પહેલાં જ કિશન સિવિલમાંથી ભાગ્યો…
સચિન જીઆઈડીસીના પીઆઈ એમ. વી. તડવીએ જણાવ્યું કે, કિશને પોલીસ ને કોઈ હકીકત જણાવી ન હતી. છતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનસી લીધી હતી. કિશન સિવિલ ગયો હતો જ્યાં મેડિકલ ચેકઅપ થાય તે પહેલાં જ તે ભાગી ગયો હતો. તેણે સામેવાળા પાસે રૂપિયા પડાવવા હોય તેવી પણ એક વાત સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews