તેલંગાણાના વારંગલ જિલ્લામાં બુધવારની વહેલી સવારે સાઉથ સુપરસ્ટાર જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે પાછા ફરી રહેલા પાંચ પ્રશંસકોનું રોડ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયો હતું.
પોલીસે કહ્યું કે તેમના પ્રશંસકો જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે દમેરામંડળ પાસે પસારઘોડા ચાર રસ્તા પર એક ટ્રક સાથે અથડાઇ. પવન કલ્યાણના જન્મદિવસ માંથી પાછા ફરવાના છ કલાકની અંદર જ આ બીજી દુર્ઘટના છે.
આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં મંગળવારની રાત્રે બેન લગાવતી વખતે ખુલ્લા વીજળીના તાર ની ચપેટમાં આવવાથી તેના ત્રણ પ્રશંસકોનું મૃત્યુ થઈ ગયું હતું જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થઇ ગયા હતા.
પવન કલ્યાણ જન સેના પાર્ટીના અધ્યક્ષ પણ છે,તેમણે ચિત્તૂર જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં મરનારના પરિજનોને બે લાખ રૂપિયા ની સહાયતા આપવાની જાહેરાત કરી છે. વારંગલ રોડ દુર્ઘટના મૃતકોની ઓળખ રાકેશ, નરેશ, રોહિત, શબ્બીર, જયપ્રકાશ ના રૂપમાં થઈ છે. તમામ લોકોની ઉંમર ૨૫ વર્ષથી ઓછી હતી.
આ રોડનું ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. પવન કલ્યાણ ના ભત્રીજા રામચરણ એ પણ ચિત્તૂર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અઢી લાખ રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews