કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની સુવિધા માટે ચલાવવામાં આવતા ઓનલાઈન ક્લાસ સ્કૂલ માટે મુશ્કેલી જનક બનતા જઈ રહ્યા છે. વોટ્સએપ ગ્રૂપ પર અશ્લીલ વિડિયો અને તેના બાદ શિક્ષિકાને આપત્તિજનક મેસેજ મોકલવાના મામલા બાદ બડોતમાં વિદ્યાર્થીનીઓના ફોટોને એડિટ કરી અશ્લીલ બનાવીને વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે. એવું જાણવામાં મળી રહ્યું છે કે વિદ્યાર્થિનીઓના પરિજનો સ્કૂલ પહોંચ્યા અને હંગામો કર્યો હતો. સુચનાની જાણકારી મળતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આઇટી એક્ટ અંતર્ગત કેસ નોંધાતાં તપાસ શરૂ કરી દીધી છે.
ઓનલાઈન ક્લાસ અંતર્ગત અશ્લીલતા ફેલાવવાનો આ મામલો બડોતનો છે. ઓનલાઈન ક્લાસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ whatsapp ગ્રુપ બનાવી ટીચરનો ફોટો લગાવી દીધો અને આરોપી વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થિનીઓ પાસે તેમના ફોટો મંગાવી લીધા. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓના ફોટાને એડિટ કરી અશ્લીલ બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. તેની જાણકારી મળતા જ વિદ્યાર્થીનીઓના માતા-પિતા સ્કૂલ પહોંચી ગયા અને ખૂબ હંગામો કર્યો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આઇટી એક્ટ અંતર્ગત કેસ નોંધી તપાસ શરૂ કરાવી દીધી છે.
જણાવી દઈએ કે બાગપત જિલ્લામાં ઓનલાઈન ક્લાસ દરમિયાન અશ્લીલતા ફેલાવવાનો આ કોઈ પહેલો કેસ નથી
આના પહેલા પણ બાગપત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટીચરને બે વિદ્યાર્થીઓ દ્વારા આપત્તિજનક મેસેજ મોકલવામાં આવ્યા હતા. તેનાથી ગુસ્સે ભરાયેલી ટીચરે વિદ્યાર્થીઓ ને દંડાથી માર માર્યો હતો જેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews