ગુજરાતમાં વ્યાપક આંઘોગિકરણ હોવા છતાં આજે પણ વસ્તીના ૭૦ ટકા લોક ગામડાંઓમાં વસે છે. તેઓ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. છેલ્લા એકાદ દાયકાથી ચોમાસાંમાં સારાં જતાં ખેતીની મહત્તા વધી છે. દરમિયાનમાં ૨૦૦૮-૦૯ના વરસમાં હીરા ઉદ્યોગમાં મંદી આવતાં રત્ન કલાકારો બેકારીમાં સપડાયા હતા. આ ર્પકીના
મોટા ભાગના કારીગરોએ પોતાના વતનમાં જઈને બાપદાદાનો ખેતીનો વ્યવસાય અપનાવી લીધો છે.
મંદીની અસર દૂર થતાં હીરા ઉદ્યોગમાં કરી તેજી તો આવી છે, પરંતુ હવે કારીગરોની અછત ઊભી થઈ છે. હીરા ઉદ્યોગપતિઓને એવી અપેક્ષા હતી કે હીરા ઉદ્યોગ ફરીથી ધમધમી ઊઠશે અને હતાશ કારીગરો પરત ફરશે, પરંતુ ખરેખર આવું બન્યું નથી. હીરા ઉદ્યોગના ધામસમા સુરત સહિત અન્ય શહેરોમાં રત્ન કલાકારોની અછત હજુ પણ વરતાઈરહી છે. રત્નકલાકારો પરત થશે તેવી આશા ફળીભૂત થઈ નથી. હીરા ઉદ્યોગની મંદીમાં શહેરો છોડીને ગામડે પહાંચી ગયેલા આ રત્ન કલાકારો ખેતી વ્યવસાયમાં પ્રવૃત્ત થઈ ગયા છે. આથી તેમને હવે શહેરોમાં આવીને હીરા ઘસવામાં જરા પણ રસ રહ્યો નથી.
આવા સંજોગોમાં એક નવી વિચારસરણી ઉદ્ભવી છે . આ મુજબ ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામેગામ હીરા ઘસવાનાં કારખાનાં શરૂ કરવામાં આવે તો? જો આમ થાય તો એકસામટી અનેક સમસ્યાઓનો ઉકેલ આવી શકે તેમ છે. એક, ખેતીકામમાં જોડાયા રત્ન કલાકારોને ઘેર બેઠાં પૂરક રોજગારી પૂરી પાડી શકાય; બીજું , સુરત, અમદાવાદ જેવાં શહેરોમાં રહીને કામ કરતાં કારીગરો તેમના વતનમાં રહીને જ રોજગારી મેળવી શકે !ગામડાંઓમાં હીરાઉઘોગ સ્થપાતાં ત્યાંની સમૃદ્ધિ પણ વધે! આવી સ્થિતિમાં ખેતીવાડી ક્ષેત્રે પણ આબાદી વધશે!
ગામડામાં જઈને ખેતીમાં વ્યસ્ત રત્નકલાકારોની પણ લાગણી છે કે ગ્રામ્ય વિસ્તારોમાં હીરા ઉદ્યોગ વિકસે તો અમારા માટે તો “ધેરબેઠા ગંગા’ જેવી સ્થિતિ સર્જાય તેમ છે અને ખેતીકામની સાથોસાથ હીરા ઉદ્યોગમાં પણ આઠેક કલાક કામ કરી શકીએ તેમ છીએ. સુરત જેવાં શહેરો ૫૨ વસ્તીનું ભારણ વધતાં મિલકતોની કિંમત આસમાને પહોંચી છે અને
મકાનોનાં ભાડાં પણ અનહદ વધી ગયાં છે. આવા સંજોગોમાં ગામડે-ગામડે હીરાનાં કારખાનાં શરૂ થાય તો એક સામટી અનેક સમસ્યાઓ હલ થઈ શકે તેમ છે!
દૂધનો દાઝ્યો છાશ ફૂંકી કૂં કીને પીવે એ ન્યાયે કેટલાક હીરા ઉધોગપતિઓએ આ બાબતે પ્રત્યાઘાત આપ્યા છે કે ગ્રામીણ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ૨ફ હીરા મળતા નથી. જોકે તેમની વાત વ્યાજબી છે, પણ હીરા ઉદ્યોગના ખાંસાહેબ ગણાતા મોટા ગજાના ઉઘોગપતિઓ આ દિશામાં વિચારે તો ગ્રામીણ વિસ્તારોમાં હીરા ઉઘોગ વિકસાવાય તો કોઈ સમસ્યા ઉદૂભવે તેમ નથી!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews