NEET બાબતે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: આ તારીખે લેવાશે પરીક્ષા

JEE-NEET રદ કરવા માટે કરવામાં આવેલી છ રાજ્યોની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી છે. હવે NEET-UG પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. JEE મેઈન 1લી સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુકી છે.

28 ઓગસ્ટે અરજી થઇ હતી
સુપ્રીમ કોર્ટે 17 ઓગસ્ટના નિર્ણયમાં પરીક્ષા નક્કી તારીખે કરાવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ છ રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ 28 ઓગસ્ટે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. અરજી કરનારા રાજ્યમાં પંજાબ, ઝારખંડ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

કોરોના મહામારી અને પૂરના કારણે પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી હતી
દેશભરમાં મહામારી અને ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી, માતા-પિતા, અને ઘણા વિદ્યાર્થી સંગઠન અને રાજકીય પક્ષોએ પરીક્ષા સ્થગિત કરવાની માંગણી કરી હતી. સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિરોધ કર્યા છતા કોરોનાથી બચવા માટે જરૂરી ગાઈડલાઈન્સ સાથે JEE મેઈન 1 સપ્ટેમ્બરે શરૂ કરી દેવાઈ છે. આ 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. તો આ તરફ મેડિકલમાં એડમિશન માટે યોજાનારી NEETની પરીક્ષા 13ના રોજ સપ્ટેમ્બરે યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *