હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. રાજ્યમાં પણ આ મહામારીનો ફેલાવો સતત વધતો જ જઈ રહ્યો છે. ત્યારે હાલમાં આને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પણ દિવસે અને દિવસે કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
બીજી બાજુ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ છે તેઓ પણ મોટી માત્રામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આવાં સમયમાં રાજકોટમાં આવેલ સિવિલ કોવિડ હોસ્પિટલમાં રોબર્ટ નર્સ લાવવામાં આવ્યા છે.રાજકોટમાં આવેલ સિવિલ કોવિડ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીનાં મૃત્યુઆંક દિવસેને દિવસે વધતો જ જાય છે.
કલેકટર પરિમલ પંડ્યાએ જણાવતાં કહ્યું હતું, કે કોરોનાનાં દર્દીની સારવાર માટે રાજકોટ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કુલ 4 જેટલાં રોબર્ટ નર્સની ફાળવણી કરવામાં આવી છે. L&T કંપની દ્વારા નિર્મિત કુલ 10 લાખ રૂપિયાનાં ખર્ચે આ સ્વદેશી બનાવટનાં રોબર્ટ બનાવીને સિવિલ હોસ્પિટલને સોંપી દેવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં આવેલ સિવિલ કૉવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ ડો. અંચલ કુમારે જણાવતાં કહ્યું હતું, કે રોબર્ટ નર્સ દ્વારા દર્દીને જમવાનું આપવામાં આવશે. આની સાથે જ દવા પણ આપવામાં આવશે તથા ટેમ્પરેચર માપવાં સહિતની કામગીરી પણ કરી દેવામાં આવશે.
હાલમાં તો કુલ 4 જેટલાં રોબર્ટ નર્સની ફાળવણી રાજકોટમાં આવેલ સિવિલ કૉવિડ હોસ્પિટલને કરી દેવામાં આવી છે પણ આ રોબર્ટ ક્યા પ્રકારે કામ કરશે તે સહિતની બધી ટ્રેનિંગ ઉત્પાદક કંપનીનાં અધિકારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલનાં કર્મચારીઓને આપી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews