સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 હતી. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર આજ સોમવારના રોજ સવારે આઠ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ઉત્તર મુંબઈમાં 102 કિ.મી. દૂર હતું.
Earthquake of magnitude 3.5 on the Richter scale occurred 102 kms north of Mumbai at 8 am today: National Centre for Seismology (NCS)
— ANI (@ANI) September 7, 2020
આ અગાઉ પણ 5 સપ્ટેમ્બરની વહેલી સવારે મુંબઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 માપાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર મુંબઈથી 98 કિમી ઉત્તરમાં દુર હતું.
આ પહેલા પણ 4 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ નાસિકથી 98 કિમી પશ્ચિમમાં શુક્રવારે રાત્રે લગભગ 11.40 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા નાસિકમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 મપાય હતી.
છેલ્લા એક અઠવાડિયામાં મુંબઈમાં લગભગ 3 ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આજ સોમવારના રોજ સવારે 8 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકા મોટા ભાગે ઉત્તર મુંબઈથી થોડે દુર અનુભવાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en