એક માખીએ આખા ઘરમાં લગાવી આગ- એક ભૂલના કારણે સર્જાઈ મોટી દુઘર્ટના

એક મચ્છર જો હાથીના કાનમાં ઘુસી જાય તો તેને પાડી દે છે. ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક નાનકડી માખી શું શું કરી શકે? તમને થશે કે માખીથી વાળી શું થાય? જો તમે પણ આવું જ વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ફ્રાંસમાં એક માખીના કારણે ઘરમાં આગ લાગી છે. આ આગ ત્યારે લાગી જ્યારે એક વૃદ્ધ વ્યક્તિએ માખીને પકડવાનો પ્રયત્ન કર્યો.

80 વર્ષની ઉંમરનો આ વ્યક્તિ સાંજે ભોજન કરી રહ્યો હતો. તેવામાં એક માખી આવી અને તેની આસપાસ ઉડવા લાગી. પહેલા તો તેણે માખીને નજરઅંદાજ કરી, પરંતુ થોડીવાર બાદ તે વ્યક્તિને માખી પર ગુસ્સો આવ્યો. માખીથી કંટાળીને તેણે ઇલેક્ટ્રિક રેકેટ લીધુ અને માખીને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

હવે ઘરમાં ગેસ લીક થઇ રહ્યો હતો, જેની  તે વૃદ્ધ વ્યક્તિને ખબર ન હતી. ઇલેક્ટ્રોનિક રેકેટમાંથી એક તણખો નિકળ્યો અને ગેસના સંપર્કમાં આવતા જ મોટો ધડાકો થયો. જેના કારણે આખું રસોડું મળી ગયું. ત્યાં સુધી કે ઘરના એક ભાગની છત પણ ઉડી ગઇ. ઉપરાંત આગ ધીરે ધીરે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.

જો કે સદ્ભાગ્યે કોઈ જાન હાની થઇ ન હતી. માત્ર તેના હાથમાં થોડી ઇજા થઇ હતી. સરવાળે એ વાત વિચારવા લાયક છે કે, એક માખીને પકડવાનું કેટલું મોંઘુ પડ્યું! જો તમે પણ માખી અથવા તો મચ્છર મારવા માટે ઇલેક્ટ્રિક રેકેટનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન રહેવાની જરુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *