લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. જેમાં ભાજપને પૂર્ણ બહુમત મળી છે. દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. ભાજપના કાર્યકરો, નેતાઓએ ચારેતરફ ઉજવણી કરી રહ્યા છે પરંતુ એક ભાજપના ઉમેદવાર એવા છે જેમનો પરાજય થયો છે. પણ કોઈ મીડિયા એ સમાચાર નહીં બતાવે કે ટીવી ચેનલોમાં ડંફાસો મારતા ભાજપના સંબિત પાત્રા ઑડિશાની પુરી લોકસભા બેઠક પરથી હારી ચુક્યા છે. (શા માટે નહી બતાવતા હોય તેનું કારણ અહી જણાવવાની જરૂર નથી જણાતી.)
સંબિત પાત્રાને બીજુ જનતા દળના ઉમેદવાર પિનાકી મિશ્રાએ હરાવ્યા છે. આપને જણાવી દઈએ કે પિનાકી મિશ્રાને 5,38,321 મત મળ્યા છે જયારે સંબિત પાત્રાને 5,26,607 મત મળતા હારનો સામનો કરવો પડ્યો. 1998 થી લઈને આજદિન સુધી પુરી સીટ પર બીજેડી ની જ જીત થતી આવી છે.
જો કોઈ વ્યક્તિ ન્યુઝ ચેનલ જોતો હોય તો તે નરેન્દ્ર મોદી અને ત્યારબાદ સંબિત પાત્રાને તો ઓળખતો જ હોય.સંબિત પાત્રાને ટીવીમાં તો પ્રસિદ્ધિ મળી પણ લોકસભા ચૂંટણી લડતા જ લોકોએ જવાબ આપી દીધો છે કે તમારું સ્થાન ફક્ત ટીવી પર ડંફાસો મારવામાં જ છે નહીં કે ચૂંટણી લડવામાં.
ચૂંટણી દરમ્યાન પ્રચારમાં વારંવાર વિવાદમાં આવ્યા હતા. તેઓ ગરીબ ના ઘરે ભોજન દરમ્યાન પ્રધાનમંત્રીની યોજનાઓની ધજ્જિયા ઉડતી હતી. શોશિયલ મીડિયા માં પાત્રા વિરુદ્ધ પોસ્ટ્સ વિરલ થઇ હતી જેમાં તેઓ રોજ ગરીબોના ઘરનું ભોજન કરતા હોય તેવું જોવા મળતું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.