સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલ NCBની ઓફીસમાં લાગી ભીષણ આગ

ઘણાં સમય પહેલાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ આ કેસની તપાસમાં પોલીસથી લઈને CBI તેમજ…

ઘણાં સમય પહેલાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ આ કેસની તપાસમાં પોલીસથી લઈને CBI તેમજ હાલમાં NCB કરી રહી છે. આ કેસ તો બાજુમાં રહો ગયો પરંતુ આ કેસને કારણે રિયા ચક્રવર્તીએ કરેલ ખુલાસને કારણે હાલમાં બોલીવુડમાં ચાલી રહેલ ડ્રગ્સને લઈને કેટલાંક અભિનેતા તેમજ અભિનેત્રીનાં નામ સામે આવી રહ્યાં છે.

હાલમાં એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યાં છે. જે સ્થળ પર સુશાંતનાં કેસની એટલે કે રિયા ચક્રવર્તીની તપાસ થઈ રહી છે, એ જગ્યાએ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. મુંબઈમાં આવેલ બોલાર્ડ પિયરમાં આવેલ એક્સચેંજ બિલ્ડીંગમાં આગ લાગી છે. આ બિલ્ડીંગમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસ આવેલ છે.

ઘટનાસ્થળ પર ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. આ ઓફિસમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ ચાલી રહી છે. અહીં રિયા ચક્રવર્તીથી લઈને તમામ ડ્રગ પેડલરની NCB નાં ઓફિસરો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ધરપકડ બાદ રિયાએ એક રાત NCB ઓફિસમાં આવેલ લોકઅપમાં કાઢી હતી.

એવું જણાવવામાં આવ્યું છે કે,  એક્સચેંજ બિલ્ડીંગનાં ત્રીજા માળ પર NCBની આફિસ આવેલ છે. ઘટનાસ્થળ પર પહોંચેલ ફાઈર ફાઈટરનાં જવાનો આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં આગ લાગવાનું કારણ  અકબંધ રહેલું છે. આની સાથે જ હાલમાં કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યાં નથી. ઘટનાને કારણે મુંબઈ પોલીસના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *