સંઘીય શાસન વ્યવસ્થામાં વડાપ્રધાનને વધુ શક્તિસંપન્ન માનવામાં આવે છે. જો કે, અધિકારો મુજબ એક મુખ્યમંત્રી પોતાના રાજ્યનો સૌથી વધુ શક્તિસંપન્ન નેતા હોય છે. જે રાજ્યની સરકારનો ચીફ રહેલો હોય છે. સામાન્ય રીતે લોકોનું માનવું હોય છે, કે સમગ્ર દેશમાં સૌથી વધુ વેતન રાષ્ટ્રપતિનું હોય છે, ત્યારપછી વડાપ્રધાનનો નંબર આવે છે પરંતુ આવું નથી. ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર PM કરતા પણ વધારે રહેલો છે. કેટલાંક રાજ્યોના CM ભારતના વડાપ્રધાન કરતા વધધુ વેતન મેળવે છે.
નેહરુએ 3,000 રૂપિયાનું વેતન સ્વીકાર્યું :
જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યારે PMની સેલરી નક્કી ન હતી. જ્યારે નહેરુ દેશના PM બન્યા તો મુદ્દો એ હતો કે, એમનું વેતન કેટલુ હશે? આ વિશે નેહરુએ ક્યારેય પણ કોઈ પહેલ ખુદથી કરી ન હતી. જો કે, એમની કેબિનેટના મંત્રીઓને લાગતુ હતુ.
બ્રિટનના PM પોતાના કેબિનેટ મંત્રીઓની સરખામણીમાં બમણો પગાર લઈ રહ્યાં છે તેમજ બીજી સુવિધાઓ મેળવે છે, એવું જ ભારતમાં હોવું જોઇએ. દેશમાં કેબિનેટ મંત્રીઓનો પગાર માત્ર 3,000 રૂપિયા પ્રતિ મહિને નક્કી કરવામાં આવ્યો હતો. નહેરૂએ પોતાનાં બમણા પગારનો વિરોધ કર્યો હતો તેમજ એમણે પણ સેલરી તરીકે કુલ 3,000 રૂપિયા સ્વીકાર કર્યા હતાં.
તેલંગાણાનાં CM મેળવે છે સૌથી વધુ વેતન :
તેલંગાણાનાં CMનું વેતન કુલ 4,10,000 રૂપિયા પ્રતિ મહિને મળે છે. CM સેલરીની યાદીમાં આ સૌથી મોટો આંકડો છે. ત્યારપછી દિલ્હીના CMનો નંબર આવે છે. એમનું વેતન કુલ 3,90,000 રૂપિયા મળે છે. ગુજરાતના CM નો પગાર કુલ 3.21 લાખ રૂપિયા છે.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર તથા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓનો પગાર કુલ 3 લાખ રૂપિયા પ્રતિ મહિને છે. કુલ 2 લાખથી વધુ રૂપિયાની સેલરી મેળવતાં CMની યાદીમાં હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ગોવા, બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ તથા કર્ણાટક રાજ્યોનો સમાવેશ થાય છે. સૌથી ઓછી સેલરી ત્રિપુરાનાં CMને મળે છે. જે 1,05,000 રૂપિયા રહેલી છે.
દેશમાં સૌથી વધુ વેતન મેળવે છે ટેક મહિન્દ્રાનાં CEO :
જો કે, દેશનાં ખાનગી સેક્ટરમાં બધાં જ પદ પર નિયુક્ત લોકોનું વેતન આનાથી પણ ઘણી વધુ હોય છે. દેશમાં ઘણી એવી કંપનીઓ છે કે, જેમની પ્રમુખ અથવા તો ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસરને કુલ 15 કરોડ રૂપિયાથી લઇને કુલ 165 કરોડ રૂપિયા સુધીનું વેતન મળે છે. અત્યારે દેશમાં સૌથી વધુ સેલરી મેળવનારમાં C.P. ગુરનાનીનું નામ આવે છે, જેઓ ટેક મહિન્દ્રાના CEO છે. એમનું વાર્ષિક વેતન કુલ 165 કરોડ રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle