હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. સમગ્ર દેશમાં છેલ્લા 6 મહિનાથી રાહ જોયા પછી ફરી એક વાર સિનેમા હોલ ખુલવાની તૈયારીમાં છે. કોરોનાની મહામારી તથા ત્યારપછી થયેલ લોકડાઉનને લીધે સમગ્ર દેશમાં થિયેટરની સાથે જ શાળા-કોલેજો પણ બંધ છે.
હવે ગૃહ મંત્રાલય દ્વારા થિયેટર ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જો, કે અમુક રાજ્ય હજી પણ 15મી ઓક્ટોબરથી સિનેમા હોલની શરૂઆત કરવાના મૂડમાં નથી. એવા રાજયો 31મી ઓક્ટોબરથી થિયેટરની શરૂઆત કરશે.
સિનેમા હોલની શરૂઆત થતાં જ સૌપ્રથમ કઈ ફિલ્મ રીલીઝ થશે ?
ગૃહ મંત્રાલય દ્વારા 15 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં કુલ 50% ક્ષમતાની સાથે સિનેમા હોલની શરૂઆત કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણયથી દેખીતી રીતે સિનેમા હોલના માલિકોને મોટી રાહત મળી છે. હવે પશ્ન એ રહેલો છે કે, થિયેટરની શરૂઆત થશે ત્યારે કઈ ફિલ્મ પહેલા રિલીઝ થશે.
કેમ કે, કેટલીક ફિલ્મોના મેકર્સે OTT પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કરી નાખ્યું છે. આવાં સંજોગોમાં થિયેટરમાં કઈ ફિલ્મ આવશે એની રાહ જોવામાં આવી રહી છે. મળેલ જાણકારી પ્રમાણે કિયારા અડવાણીની ‘ઇન્દુ કી જવાની’ સૌ પ્રથમ સિનેમા હોલમાં રિલીઝ કરવામાં આવશે.
એક સિનેમા હોલના માલિકે જણાવતાં કહ્યું હતું કે, નિખિલ અડવાણીએ ચાલાકી કરી છે. એમણે અત્યાર સુધીમાં એની ફિલ્મનો પ્રોમો તથા સોંગ જ રિલીઝ કર્યા છે. એમણે એ જાહેરાત કરી નથી કે ‘ઇન્દુ કી જવાની’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે કે નહીં.
હવે અનલોક-5માં આ ફિલ્મની સાથે કિયારા અડવાણી થિયેટરમાં એન્ટ્રી લઈ લેશે. આમ થશે તો બાકીના પ્રોડ્યુસરને પણ અંદાજ આવી જશે કે, થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરી શકાય છે કે નહીં. ત્યાં કેવો પ્રતિસાદ સાંપડશે એનો અંદાજ આવી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle