ભાષા એક તેવી વસ્તુ છે કે, જેનું અસ્તિત્વ એને બોલનાર વ્યક્તિ કેટલા છે એના પર ટકેલું છે. જાણકારોના મત અનુસાર વિશ્વમાં કુલ 6,900થી વધારે ભાષાઓ બોલવામાં આવે છીએ તથા એમાંથી હજારો વર્ષ જૂની છે. એથિનોલોગ એટલે કે, એ પબ્લિકેશન જે દુનિયાની ભાષાઓ પર ધ્યાન રાખે છે એ પ્રમાણે કુલ 7,097 ભાષાઓ દુનિયાના વિવિધ વિસ્તારોમાં બોલવામાં આવે છે.
એમાંથી ઘણાં ભાષાઓનું અસ્તિત્વ પૂર્ણ થવાને આરે છે તથા એને બોલનાર લોકોની સંખ્યાં હજારો અથવા તો લાખોમાં કેટલાક લોકો છે. આવી જ એક ભાષા છે યધાન. આર્જેટીનાનાં એક દ્રીપ પર આ મૂળ ભાષા હવે લગભગ ગુમ થઇ ચૂકી છે. આ ભાષા બોલનાર એક જ વ્યક્તિ હવે જીવંત છે.
આ ભાષા આર્જેટીના તથા ચિલીની વચ્ચે આવેલ ટિએરા ડેલ ફ્યૂગો નામના દ્રીપ પર આદિવાસીઓની મૂળ ભાષા હતી. યધાનની આ ભાષાને સંસ્કૃતથી મળતી આવે છે તથા એને બોલનાર એકમાત્ર વુદ્ધ મહિલા છે કિસ્ટિના કાલ્ડેરોન. આ મહિલાને સ્થાનિક લોકો અબુઇલાનાં નામથી બોલાવે છે. જેને સ્પેનિશ ભાષામાં દાદીમાં કહેવાય છે.
કુલ 14 પૌત્ર તથા પૌત્રીઓની દાદી એવી ક્રિસ્ટિનાની સાથે એની મૂળ ભાષામાં વાત કરનાર કોઇ વ્યક્તિ નથી. એની ભાષા જાણતા એની બહેનોની પણ મોત થઇ ગયુ છે. એના પરિવારના બીજા સભ્ય સ્પેનિશ તેમજ અંગ્રેજી બોલે છે. જો કે, પરિવારના કેટલાક સભ્ય આ ભાષા સમજે તો છે પરંતુ બોલી નથી શકતા.
એક પૂરી ભાષાને એકલે પોતાનામાં સહેજનાર ક્રિસ્ટિનાને ઘણાં સન્માન મળી ચૂક્યા છે. વર્ષ 2009માં ચિલીની સરકારે એમને ‘Living Human Treasure’ની ઉપાધિ આપી હતી. યુનેસ્કો અંતર્ગત આ ઉપાધિ એ લોકોને જ મળે છે કે, જેમણે સંસ્કૃતિને જાણવી રાખવા માટે મોટી ભૂમિકા ભજવી હોય.
જો કે, યધાન ખાલી એક ભાષા જ નથી પરંતુ બંજારા સમુદાયનું નામ હતું. જે દક્ષિણ અમેરિકાથી થઇને ચિલી તથા આર્જેટિના સુધી આવ્યા હતા. વર્ષ 1520માં પુર્તગાલિયાએ એના પહેલા કબીલા વિષે શોધ કરી હતી. જો કે, સમયની સાથે સમુદ્ધ થયેલ આ ભાષા બોલનાર લોકો હવે જૂજ છે.
હવે ક્રિસ્ટીના યધાન ભાષાને સરકારી મદદથી જીવતી રાખવા માટે અભિયાન ચલાવી રહી છે. એ અર્જેટિનાની શાળામાં નાના બાળકને આ ભાષા શિખવવાનું કામ કરે છે. દર વર્ષે યધાન કબીલો એક મોટા ઉત્સવ આયોજીત કરે છે. જેમાં આર્જેટિના સમેત બીજાં રાજ્યના લોકો પણ આવે છે. આ ઉત્સવ સમુદ્ર તથા સમુદ્રી ખાવાની સાથે જોડાયેલ છે તેમજ એને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
એથિનોલોગ જણાવતાં કહે છે કે, વિશ્વની અડધીથી વધારે વસ્તુ ખાલી 23 ભાષાના આધારે જ પોતાનું ગુજરાન ચલાવે છે. ભાષાના જન્મની વાત કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે, માણસે પોતાના વિચારોની અભિવ્યક્તિ માટે અંદાજે 1 લાખ વર્ષ અગાઉ એની શોધ કરી હતી. જો કે, કઇ ભાષાની સૌપ્રથમ શોધ થઈ હતી એ હજુ જાણી શકાયું નથી.
હવે જો ભારતીય ભાષા સંસ્કૃતની વાત કરવામાં આવે તો આ ભાષાના જીવંત હોવાનું પહેલુ ઉદાહરણ ઉત્તરપ્રદેશમાં આવેલ અયોધ્યાને માનવામાં આવે છે. ગુજરાતમાં પણ પ્રાચીન સંસ્કૃતના ઘણાં પુરાવા મળ્યા છે. જો કે, હવે સંસ્કૃત લુપ્ત થતી ઘણી ભાષામાંથી એક થઇ ગઇ છે તથા એના નેટિવ સ્પીકર પણ કુલ 14,135 લોકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle