CNG ગેસના ભાવમાં પ્રતિ યુનિટ આટલા રૂપિયાનો ઘટાડો – જાણો જલ્દી…

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેના નજીકના શહેરોમાં પાઈપો દ્વારા પૂરા પાડવામાં આવતા સીએનજી ગેસ અને એલપીજી (PNG)ગેસના ભાવમાં કાપ મૂકવામાં આવ્યા છે. હવે કુદરતી ગેસના ભાવમાં 25% ઘટાડાની આ સુવિધાનો લાભ ગ્રાહકોને પણ મળશે. નેચરલ ગેસના ભાવ ધટ્યા પછી સીએનજી અને પીએનજીના ભાવ પણ ધટી ગયા છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઈજીએલ) દ્વારા શનિવારે એક નિવેદનમાં આપવામાં આવ્યું હતું કે દિલ્હીમાં સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો 1.53 રૂપિયાનો ઘટાડો થયો છે.

નવા ભાવ 4 ઓંક્ટોમ્બરે સવારે 6 વાગ્યાથી લાગુ થશે:
ત્યાં સીએનજી નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પ્રતિ કિલો દીઠ 1.70 રૂપિયા સસ્તુ થયું છે. દિલ્હીમાં સીએનજીનો ભાવ ઘટીને હવે 42.70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તથા નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીનો ભાવ હવે પ્રતિ કિલો 48.38 રૂપિયા થશે. નવા દર 4 ઓંક્ટોબરથી સવારે 6 વાગ્યાથી લાગુ થશે. મુઝફ્ફરનગરમાં સીએનજીનો ભાવ હવે પ્રતિ કિલો 56.55 રૂપિયા થશે. તથા કરનાલ અને કૈથલમાં પ્રતિ કિલો 50.68 રૂપિયા તેમજ  રેવાડી અને ગુરુગ્રામમાં વિસ્તારમાં પ્રતિ કિલો 53.40 રૂપિયા અને કાનપુર જિલ્લામાં 59.80 રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવશે.

દિલ્હીમાં પી.એન.જી.ના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 1.05 નો ઘટાડો થયો:
આ ઉપરાંત આઇજીએલ કંપનીએ 4 ઓક્ટોબરથી તમામ શહેરોમાં પાઈપો દ્વારા પૂરા પાડવામાં આવતા એલપીજી પીએનજી ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં પીએનજીની કિંમત યુનિટ દીઠ 1.05 રૂપિયા ઘટાડીને  28.55 થી 27.50 રૂપિયા પ્રતિ યુનિટ કર્યો છે. એ જ રીતે, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પી.એન.જી.ના ભાવ યુનિટ દીઠ રૂ. 28.45 થી ઘટી 27.45 રૂપિયા થયા છે.

કરનાલ અને રેવાડીમાં પી.એન.જી.ના ભાવ એકમ દીઠ રૂ.1.05 ઘટીને 27.55 રૂપિયા થયા છે. ગુરુગ્રામમાં પીએનજીના ધટેલા ભાવ યુનિટ દીઠ 28.20 રૂપિયા અને મુઝફ્ફરનગરમાં 32.75 રૂપિયા પ્રતિ યુનિટ રહેશે. આઇજીએલ એ દિલ્હી, નોઈડા, ગ્રેટરનોઇડા, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, કરનાલ અને રેવાડીમાં લગભગ 9.5 લાખ પરિવારોને પીએનજી ગેસ સપ્લાય કરે છે.

શું ગ્રાહકોને મળશે વધુ છૂટ:
ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, જો તમે આઈજીએલના સ્માર્ટ કાર્ડથી સીએજી લઈ રહ્યા છો, તો ત્યાં પ્રતિ કિલોગ્રામ 50 પૈસાની પાછા મળશે.આ માટે તમારે પંપ પરથી સવારે 11 થી સાંજના 4 વાગ્યા સુધી અને મોડી સવારે 12 થી 6 વાગ્યે સીએનજી લેવા બદલ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *