સમગ્ર વિશ્વમાં કોરોના સામે લડવા સૌથી વધુ દાન આપનાર લોકોમાં નીતા અંબાણીનો સમાવેશ- એટલું દાન આપ્યું કે…

વિશ્વની મહાસત્તા ગણાતું અમેરિકાના પ્રખ્યાત મેગેઝીન ટાઉન એન્ડ કન્ટ્રીના સમર ઇશ્યૂમાં નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો વર્ષ 2020ના ટોચના દાનેશ્વરી લોકોની યાદીમાં સમાવેશ થયો છે. કોરોના મહામારીના કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિમાં લોકોએ કોરોનાથી બચાવવા તેમનો આ યાદીમાં સમાવેશ થયો છે. કોરોના સામે લડનારા યોદ્ધાઓ અને ભૂખ્યાને ભોજન પહોંચાડવા સાથે-સાથે નાણાકીય સહાય પૂરી પાડવા અને ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવાની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું નેતૃત્વ કરવા સહિતના નીતા અંબાણીના કાર્યો પર મેગેઝીને પ્રકાશ પાડ્યો હતો.

ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અન્યો સાથે નીતા અંબાણીનો આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સમાવેશ કરાયો છે. “ટાઉન એન્ડ કન્ટ્રી” અમેરિકાનું પ્રખ્યાત લાઇફસ્ટાઇલ મેગેઝીન છે. અને સતત વર્ષ 1846થી પ્રસિદ્ધ થતું સૌથી જૂનું મેગેઝીન બની ચુક્યું છે. આ મેગેઝીન દર વર્ષે એક અંક એવા લોકો માટે સમર્પિત કરે છે જે લોકો પોતાના સમર્પણ, કૌશલ્ય અને વિશાળ હૃદયનો પરિચય આપીને માનવસમાજ માટે ઉત્તમ કાર્યો અને દાન કરે છે. મેગેઝીને નોંધ્યું હતું કે, મહામારીના પગલે ઊભી થયેલી ઐતિહાસિક પરિસ્થિતિમાં આ વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે અને આ લોકોએ માણસોની જિંદગી અને આપણો આશાવાદ જીવંત રાખ્યો છે.

નીતા અંબાણી અને ફાઉન્ડેશનના પ્રયાસોના વખાણ કરતાં આ મેગેઝીને નોંધ્યું છે કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પરોપકારી પહેલ કરનાર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી અંબાણીએ કોરોના સામે લડનારા હજારો-લાખો યોદ્ધાઓ અને ભૂખ્યાને ભોજન અને મફતમાં માસ્કનું વિતરણ કર્યું, ભારતની પહેલી કોવિડ-19 દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ યુદ્ધના ધોરણે ઊભી કરી અને ઇમજરન્સી ફંડમાં 72 મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન પણ આપ્યું હતું.”

નીતા અંબાણીએ જણાવતા કહ્યું કે, “કોરોના મહામારી વચ્ચે કટોકટીમાં હંમેશા તાત્કાલિક અને સમયસરના પગલાં, રાહત, સંસાધનો, ચપળતા અને સૌથી અગત્યની કરૂણાની જરૂર પડે છે. અમારા આટલા વર્ષોના અનુભવથી અમે ફાઉન્ડેશન તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કટોકટીમાં તાત્કાલિક, વિવિધતાપૂર્ણ શિસ્તબદ્ધ અને ગણતરીપૂર્વકના પગલાં લેવા માટે તૈયાર કર્યા છે. અમારી પહેલની વૈશ્વિક સ્તરે સરાહના થતાં અમે સંતુષ્ટ પણ છીએ અને સાથે-સાથે વિનમ્ર પણ છીએ. પરોપકારની અમારી ભાવના અમારી સરકાર અને અમારા સમુદાયને જ્યારે જરૂર પડે ત્યારે આગળ આવવા માટે સમર્પિત છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *