હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ દરમ્યાન, કોરોના કાળમાં નવરાત્રિની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ગરબાના રસિયાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિને લઈ મોટું નિવેદન આપ્યું છે. અને શેરી ગરબાને લઈ હાલ રૂપાણી સરકાર વિચારણા કરી રહી હોવાનું જણાવ્યું છે.
ગરબા ખેલૈયાઓ માટે હાલમાં ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. શેરી ગરબા યોજાશે જ્યારે બની શકે કે, 15મી ઓક્ટોબર બાદ મોટા ગરબાને પણ મંજૂરી મળી શકે આ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નવરાત્રિ અંગે વાત કરતા જણાવ્યું કે, હાલ સરકારે શેરી ગરબા અંગે વિચારણા કરી રહી છે. અને 200 લોકોની શરત સાથે ગરબાની મંજૂરી આપવામાં આવે તે અંગે હાલ સરકાર વિચારણા કરી રહી છે.
1 ઓકટોબરના રોજ બહાર પાડવામાં આવેલ અનલોક 5માં 100 લોકોને ધાર્મિક પ્રસંગો માટે છુટછાટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે તેવા સંકેત પણ નીતિન પટેલે આપ્યા હતા. જો કે, પાર્ટી પ્લોટમાં થતાં ગરબાના મોટા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવશે. સરકારની નવી ગાઈડલાઈ પ્રમાણે 200 લોકો સાથે ગરબા યોજવાની શક્યાતો છે.
આ દરમ્યાન પ્રશ્ન એ પણ છે કે, એકબાજુ ગુજરાતના ડોક્ટરોએ સરકારને નવરાત્રિની પરમિશન ન આપવા માટે વિનંતી કરી રહ્યા છે. તો યુવાવર્ગ કોરોના કાળમાં પણ ગરબા રમવા માટે આતુર છે. તેવામાં નીતિન પટેલે શેરી ગરબાને મંજૂરી આપવાના સંકેત આપતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. કેમ કે, હાલની કોરોના પરિસ્થિતિમાં અમુક લોકો નવરાત્રિનું આયોજન ન કરવું જોઈએ તેવો મત દર્શાવી રહ્યા છે. કેમ કે, નવરાત્રિને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. જો કે, ગરબાના રસિકો માટે નીતિન પટેલનું નિવેદન રાહત આપનારું છે. પાર્ટી પ્લોટમાં તો નહીં, પણ સોસાયટીઓમાં કે ઘર આંગણે ગરબા રમી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરાકારની અનલોક 5ની ગાઈડલાઈનમાં કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે. આ નિર્ણય 15 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. ત્યાર બાદની નવી ગાઇડલાઇન્સ 15મી ઓક્ટોબર પછી જણાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle