મહેસાણાનાં જોટાણા તાલુકાનાં મેમદપુર ગામનાં બાળકની હત્યાનો ભેદ અમુક જ કલાકોમાં ઉકેલીને સાંથલ પોલીસ દ્વારા બાળકની હત્યા કરનાર પાડોશી યુવકની ધરપકડ કરવામાં આવી છે. પાડોશીને મરણ પામેલ બાળકની માતા સાથે આડા સંબંધ હોવાના લીધે બાળક બંનેને ખેતરમાં શારીરિક સંબંધ બાંધવાની હાલતમાં જોઈ જતાં બાળકને કોઈને કહી દે નહીં તેથી ઘર પાસેથી અપહરણ કરીને ખેતરમાં લઈ ગયો. ઉપરાંત લાતો મારી અને ગળું દબાવીને હત્યા કરી છે તેવું આરોપીની પૂછપરછ દ્વારા જાણવા મળ્યું છે.
આ બનાવની મળેલ માહિતી અનુસાર, મેમદપુરથી બાલસાસણ રોડ પર શીતળા માતાનાં મંદિર પાછળ એરાવાળા આંટામાં ઠાકોર વિષ્ણુજી કાળાજીનાં ખેતરમાંથી શનિવારના રોજ મેમદપુર ગામનાં 6 વર્ષનો જગદીશ ઠાકોરની હત્યા થયેલી લાશ મળી હતી. આ વિશે સાંથલ પોલીસને જાણ થતાં પોલીસ તરત બનાવનાં સ્થળે પહોંચી, પંચનામું કરી, FSLની મદદ લઈને તપાસ ચાલુ કરવામાં આવી હતી. બાળકની લાશનાં ગળા, લમણા, કાન અને ગાલ પર લોહી સુકાઈ ગયું હતું.
જ્યારે આગળનાં ભાગે ગળુ દબાવ્યું હોવાનાં નિશાન મળ્યા હતા, આથી બાળકની હત્યા થઈ હોવાની થિયરી ઉપર સાંથલ PSI Y.H. રાજપૂત અને સ્ટાફ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. શનિવારનાં રોજ મોડી રાતે બાળકનાં પિતા અને બીજા લોકોનાં લીધેલા નિવેદન મુજબ પાડોશમાં રહેતાં સંજયજી ગોપાળજી ઠાકોર દ્વારા હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
માતાનો આડો સંબંધ માસૂમ બાળકની હત્યાનો કારણ બન્યો
મૃત્યુ પામેલ બાળક જગદીશ ઠાકોરની માતા સાથે અપરાધી સંજયજી ગોપાળજી ઠાકોરને આડા સંબંધ હતાં. 1 ઓક્ટોબરનાં દિવસે મૃત્યુ પામેલ બાળક તેની માતા તેમજ અપરાધીને ખેતરમાં કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. આ બનાવ વિશે બાળકે તેનાં પિતાને 2 ઓક્ટોબરનાં રાતે કહ્યું પણ હતું. જેથી અપરાધી સંજય ઠાકોરે બાળકનું અપહરણ કરીને ખેતરમાં ગયો અને ત્યાં ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસની તપાસ દ્વારા સામે આવ્યું હતું.
પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લાશને વિકૃત હાલતમાં મૂકી દીધી હતી
સાંથલ પોલીસ સ્ટેશનનાં PSI રાજપૂતનાં જણાવ્યા મુજબ અપરાધી સંજય ઠાકોરનું મૃત્યુ પામેલ જગદીશને મંદિરે દર્શન કરવાની લાલચ આપીને ત્યાં લઈ ગયો હતો તેમજ તેને પગથી ઘણા સમય સુધી તેનું મોઢું દબાવી રાખ્યો. શ્વાસ ન લેવાતાં જગદીશ મૃત્યુ પામ્યો હતો. આ રીતે જગદીશની હત્યા કરી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેની લાશ પરથી પેન્ટને ઉતારી મૃત લાશને વિકૃત હાલતમાં મૂકી દીધી હતી. તેથી પોલીસને એવું લાગે કે, આ બાળક સાથે કંઈ અજુગતું બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle