પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે ચાલી રહેલ તપાસ વખતે બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે. સમગ્ર દેશમાં નશાના કાળા કારોબાર પર સંકજો કસવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં રહેલી છે.
લગભગ કુલ 20 લાખ લોકો નશાખોર NCBની રડારમાં રહેલા છે. કુલ 142 ડ્રગ્સ સિંડિકેટ પર તપાસ કરવામાં આવી રહી છે. તેઓનો મારફતે કુલ 1.40 લાખ કરોડ રૂપિયાનો કારોબાર ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાં ચાલી રહેલ NCBની તપાસમાં આ ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે.
આ સિંડિકેટનાં લિંક પશ્ચિમ યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકાના દેશો તથા પશ્વિમ એશિયાની સાથે છે. નશાના કુલ 142 સિંડિકેટમાંથી કુલ 25 સિંડિકેટ હરિયાણા, હિમાચલ પ્રદેશ તથા પંજાબમાં એક્ટિવ રહેલા છે. કુલ 9 સિંડિકેટ રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગોવામાં એક્ટિવ રહેલા છે.
એમનો સંબંધ અફઘાનિસ્તાનમાં આવેલ તાલિબાન તથા પાકિસ્તાનમાં ISIની સાથે રહેલો છે. જ્યારે થોડા કોલંબિયાના ડ્રગ્સ તસ્કર યુરોપ, કેનેડા તથા મેક્સિકોમાં હાજર રહેલ પોતાના સહયોગીઓની સાથે મળીને કામ કરી રહ્યા છે. કેરળ, તમિલનાડુ તથા લક્ષ્દ્રીપમાં કુલ 10 મોટા સિંડિકેટ આવેલ છે. સુશાંતસિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનમાં NCBની તપાસ ચાલી રહી છે. ત્યારબાદ બોલિવૂડની કેટલીક હસ્તીઓનું પણ ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું હતું.
NCB દ્વારા કરવામાં આવેલ એનાલિસિસ મુજબ, સિંડિકેટ્સ અરબો રૂપિયાના આ કારોબારમાં મહત્વની ભૂમિકા ભજવે છે તથા એમની લિંક પશ્ચિમ યુરોપ, કેનાડા, આફ્રિકા, સાઉથ અમેરિકાનાં દેશો, પશ્ચિમ એશિયાની સાથે છે. NCBનું અનુમાન રહેલું છે કે, કુલ 360 મેટ્રિક ટન રિટેલ ક્વોલિટી હેરોઈન તથા કુલ 36 મેટ્રિક ટન હોલસેલ ક્વોલિટી હેરોઈન, જે વધુ શુદ્ધ રહેલું હોય છે, એને દેશના ઘણા શહેરોમાં વેચવામાં આવે છે.
રોજ અંદાજે 20 લાખ લોકો 1,000 કિલો હાઈ ક્વોલિટી હેરોઈનનો નશો કરે છે.પંજાબ ડ્રગ્સ તસ્કરીનું કેન્દ્ર બન્યું છે. ગયાં વર્ષે રાજ્યમાં કુલ 15,449 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દેશના કુલ 36 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોથી કુલ 74,620 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે વર્ષ 2020માં કુલ 18,600 લોકોમાથી કુલ 5,299 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તથ્યોને અમિત શાહને પણ મોકલવામાં આવ્યા છે. અમિત શાહ દ્વારા સિંડિકેટ પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle