ગુજરાતના લોકો આ નંબર પર હવે “Hi” લખીને સરકારની બધી યોજનાની માહિતી મેળવી શકશે – જાણો જલ્દી…

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, BJPનાં ટેક્નોસેવી પ્રદેશ અધ્યક્ષ C.R.પાટીલની અનોખી પહેલ કરવામાં આવી છે, જેના લીધે રાજ્યનાં નાગરિકો હવે પછી ઘેર બેઠા સરકારની અલગ અલગ યોજનાઓની માહિતી સહેલાઇથી વ્હોટ્સએપ, હેલ્પડેસ્કનાં માધ્યમ દ્વારા મેળવી શકશે.

BJPનાં ટેક્નોસેવી પ્રદેશ અધ્યક્ષ C.R.પાટીલનાં માર્ગદર્શન મુજબ સરકારની બધી યોજનાઓ બધા લોકો સુધી પહોંચે તે હેતુથી તૈયાર કરવામાં આવેલા આ વ્હોટ્સએપ હેલ્પડેસ્કનું BJPનાં પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે ગઈ કાલનાં રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ વ્હોટ્સએપ હેલ્પડેસ્ક દ્વારા સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે નાગરિકો દ્વારા 0261-2300000 નંબરમાં પોતાનાં મોબાઈલમાંથી hi નો મેસેજ કરવાનો રહેશે એ પછી મેસેજ સામેથી આવશે જેનો પ્રત્યુત્તર 0(ઝીરો) લખીને મોકલવું આ કરવાથી યોજનાઓનું લિસ્ટ નંબર સહિત આવશે.

નાગરિકોને જે પણ યોજના અંગે માહિતી જોઈતી હોય તે યોજના માટેનો નંબર લખીને મોકલશે એટલે જે તે સરકારી યોજનાની બધી માહિતી મેસેજ દ્વારા આવી જશે. આ રીતે, નાગરિકોને સરકારી યોજનાઓ અંગેની બધી માહિતી સરળતાથી મળી રહેશે.

C.R.પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનાં નેતૃત્વ નીચે ગુજરાત રાજ્યની BJP સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા મિશનમાં પોતાનું બહુ સારું યોગદાન આપવામાં આવી રહ્યું છે તે બહુ જ ગૌરવ તેમજ આનંદની વાત છે. ડિજિટલ સેવા સેતુનાં આ કાર્યક્રમ દ્વારા ડિસેમ્બર 2020 સુધીમાં 8000 જેટલી ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે જ્યારે 2000 જેટલી ગ્રામ પંચાયતોમાં આ આઠ ઓક્ટોબરના રોજથી જ આ સેવાની શરૂઆત થવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *