WHOની વિશ્વને મોટી ચેતવણી: જો કોરોના વધ્યો તો દર 16 સેકંડમાં એક મૃત બાળકનો જન્મ થશે

WHO અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (Unicef) તથા તેમની સાથી સંસ્થાઓએ ચેતવણી જાહેર કરી છે કે ગર્ભવતી સ્ત્રીઓ અને તેમની ગર્ભાવસ્થાને કોરોના મહામારીથી જોખમ પહેલા કરતા પણ વધી ગયું છે. WHO એ એક રિપોર્ટ બહાર પાડી છે કે જેમાં તેઓએ જણાવ્યું હતું કે જો કોરોના મહામારી વધે તો દર 16 સેકંડમાં એક મૃત બાળકનો જન્મ થશે અને દર વર્ષે 2 લાખથી વધુ ‘સ્થિર જન્મ’ના કિસ્સા બનશે. મળતી માહિતી અનુસાર આમાંના મોટા ભાગના કિસ્સા એ વિકાસશીલ દેશો સાથે સંબંધિત હશે.

ગુરુવારે WHO દ્વારા પ્રકાશિત થયેલા એક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે દર વર્ષે આશરે બે લાખ બાળકો જન્મે છે અને આ કેસો મોટે ભાગે વિકાસશીલ દેશો સાથે સંબંધિત હોય છે. ગર્ભધારણના 28 અઠવાડિયા પછી અથવા બાળકના જન્મ વખતે જો મૃત બાળક જન્મે તો તેને ‘સ્થિરજન્મ’ કહેવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ ગયા વર્ષે જણાવ્યું હતું કે આફ્રિકા અથવા દક્ષિણ એશિયામાં ચારમાંથી ત્રણ બાળકોના જન્મ ‘સ્થિરજન્મ’ હતા.

UNICEF ના એક વરિષ્ઠ અધિકારી હૈનરીટા ફોરે કહ્યું હતું કે,“પ્રત્યેક 16 સેકંડમાં કોઈ માં ને ‘સ્થિર જન્મ’નું દુ:ખ સહન કરવું પડશે. તેમણે કહ્યું કે વધુ સારી દેખરેખ, પ્રસુતિ પહેલા સારી સંભાળ અને સલામત ડિલિવરી માટે પ્રોફેશનલ ડૉક્ટરની મદદથી આવા કિસ્સાઓને રોકી શકાય છે.

મહામારીને કારણે પરિસ્થિતિ થશે વધુ ખરાબ:
રિપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે કોવિડ -19 મહામારી સાથે આ વૈશ્વિક આંકડાઓ વધી શકે છે. તેનું કહેવું છે કે સંક્રમણને લીધે આરોગ્ય સેવાઓ 50 ટકા ઓછી થઈ ગઈ છે અને આ વર્ષના પરિણામે 117 વિકાસશીલ દેશોમાં 200,000 વધુ ‘સ્થિરજન્મ’ હોઈ શકે છે. WHO એ જણાવ્યું હતું કે ‘સ્થિરજન્મ’ ના 40 ટકાથી વધુ કિસ્સાઓ બાળકના જન્મ દરમિયાન થતા હોય છે અને જો મહિલાઓ કુશળ આરોગ્ય કાર્યકરોની મદદથી મહિલાઓની પ્રસુતિ કરે તો આવા કિસ્સાઓને રોકી શકાય છે.

આફ્રિકા અને મધ્ય એશિયામાં ‘સ્થિરજન્મ’ ના લગભગ અડધા કેસ પ્રસુતિ દરમિયાન થતા હોય છે,જ્યારે યુરોપ,ઉત્તર અમેરિકા, ઓંસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં તે છ ટકા જ છે. WHO અનુસાર, વિકસિત દેશોમાં વંશીય લઘુમતીઓમાં ‘સ્થિર જન્મ’ ના કિસ્સા વધારે છે. ઉદાહરણ તરીકે, કેનેડામાં એક સમુદાયની સ્ત્રીઓમાં આખા દેશની સરખામણીએ સ્થિર જન્મ’ના ત્રણ ગણા વધારે કિસ્સા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *